Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

બાર એસો.ની આગામી ચૂંટણીમાં સીનીયરોની પેનલ સામે બકુલ રાજાણીની પેનલના ઉમેદવારો ચૂંટણી લડશે

પ્રમુખ પદના ઉમેદવાર બકુલ રાજાણીએ પેનલના ઉમેદવારોના નામો જાહેર કર્યા : સ્‍વ. અભયભાઇ ભારદ્વાજની પુણ્‍યતિથિએ પેનલ જાહેર કરાઇ : અભયભાઇના મારા ઉપર અવિરત આશિર્વાદ હતા અને રહેશે : રાજાણી

રાજકોટ તા. ૧ : સર્વે વકીલોના રાહબર અને મારા જેવા અસંખ્‍ય લોકોના માર્ગદર્શક એવા સ્‍વ. અભયભાઇ ભારદ્વાજના આશિર્વાદથી તેમની દ્વિતીય વાર્ષિક પુણ્‍યતિથિ તા. ૧-૧૨-૨૦૨૨ના આજરોજ રાજકોટ બાર એસોસીએશન-૨૦૨૩ની ચૂંટણી અંતર્ગત મારી પ્રમુખપદ માટેની દાવેદારી જાહેર કરૂં છું. આ સાથે અમારી ‘એકટીવ પેનલ'ના મારા સાથી ઉમેદવારો જાહેર કરી રહ્યો છું જે નીચે મુજબ છે.

પ્રમુખ - બકુલભાઇ રાજાણી તથા ઉપપ્રમુખ સિધ્‍ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી યોગેશભાઇ ઉદાણી, જોઇન્‍ટ સેક્રેટરી વિરેનભાઇ વ્‍યાસ, ટ્રેઝરર સુમીતભાઇ વોરા તથા લાઇબ્રેરી સેક્રેટરી તરીકે નિલેશભાઇ પટેલ ઉમેદવારી કરશે તેમ જણાવાઇ રહ્યું છે.

કારોબારી સભ્‍યપદે વિવેકભાઇ સાતા, પિયુષભાઇ સખીયા, વિશાલભાઇ જોશી, વિમલભાઇ ડાંગર, ડી.સી.પરમાર, કલ્‍પેશભાઇ નસીત, નૃપેનભાઇ ભાવસાર, વિવેકભાઇ ધનેશા, રમેશભાઇ કાપડીયા ચૂંટણી લડશે તેમ પ્રમુખપદના ઉમેદવાર બકુલભાઇ રાજાણીએ જણાવ્‍યું હતું.

(4:28 pm IST)