Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

શાપરમાં મુસાફર ભરવા મામલે રિક્ષાચાલક મયુર પર હુમલો

અન્‍ય રિક્ષાચાલક જેન્‍તીએ પાઇપના ઘા ફટકાર્યા

રાજકોટ તા. ૧: શાપરના શાંતિધામમાં રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં મયુર હરિભાઇ રાઠોડ (ઉ.૨૦)ને સાંજે આઠેક વાગ્‍યે મુસાફર ભરીને જતો હતો ત્‍યારે અન્‍ય રિક્ષા ચાલક જેન્‍તીએ સરદાર ચોકમાં અટકાવી તે ક્‍યાંથી મુસાફર ભર્યા છે? તારે આ બાજુ આવવું નહિ તેમ કહી ઝઘડો કરી અન્‍ય એક શખ્‍સ સાથે મળી ઢીકાપાટુ અને પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે શાપર પોલીસને જાણ કરી હતી.

(5:42 pm IST)