Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

વિશ્વમાં HIVના કેસમાં ભારત ત્રીજા નંબરે

તા. ૧ ડિસેમ્‍બર વર્લ્‍ડ એઇડ્‍સ ડે

૧લી ડિસેમ્‍બર એટલે કે ‘વર્લ્‍ડ એઇડ્‍સ ડે'ના નિમિત્તે ચાલો માહિતી મેળવીએ. રાજકોટની સ્‍ટર્લીંગ હોસ્‍પિટલના સૌરાષ્ટ્ર કચ્‍છના એકમાત્ર તાવ અને ગંભીર ઇન્‍ફેક્‍શનના નિષ્‍ણાંત ડોક્‍ટર કૃતાર્થ કાંજિયાએ આપી છે.

ભારત વિશ્વમાં ત્રીજો સૌથી વધુ HIV ના case ધરાવતો દેશ છે. જેમાં અંદાજિત ૨૩.૫ લાખ લોકો HIV સાથે જીવે છે અને વાર્ષિક ૬૯,૦૦૦ અંદાજિત નવા ચેપ અને ૫૯,૦૦૦ AIDS સંબંધિત મૃત્‍યુ થાય  HIVએ અસુરક્ષિત યોન સંબંધથી, ચેપગ્રસ્‍ત વ્‍યક્‍તિની સોય લાગવાથી અથવા ચેપગ્રસ્‍ત વ્‍યક્‍તિના લોહી ચડાવવાથી ફેલાઈ શકે છે. HIVથી બચવા માટે PEP એટલે કે જે વ્‍યક્‍તિને એચઆઈવીનું એક્‍સપોઝર થયું હોય તેમને ૭૨ કલાકની અંદર ઇન્‍ફેક્‍શન સ્‍પેશિયાલિસ્‍ટ ડોક્‍ટર એચઆઈવીની દવા આપે છે જેનાથી આ બીમારી થવાનું જોખમ નહિવત થઈ જાય છે.

કોઈપણ વ્‍યક્‍તિને HIV છે કે નહીં તે જાણવાનો એક માત્ર રસ્‍તો લોહીનો ટેસ્‍ટ કરવાનો છે. આ ટેસ્‍ટ ત્રણ પ્રકારના છે PCR, એન્‍ટીજન અને એન્‍ટીબોડી ટેસ્‍ટ. આ ઉપરાંત દરેક સગર્ભા સ્ત્રીઓએ એચઆઇવી ટેસ્‍ટીંગ કરાવવું જરૂરી છે અને યોગ્‍ય પ્રમાણે દવા લેવાથી બાળકને HIV થતો અટકાવી શકાય છે.

HIVની ટ્રીટમેન્‍ટમાં ART નો ઉપયોગ થાય છે. આ દવા HIVના વાયરસને કંટ્રોલમાં રાખે છે. અત્‍યાર સુધીમાં આ બીમારીનો કોઈ  કાયમી ઈલાજ શક્‍ય નથી, પરંતુ ડાયાબિટીસની જેમ HIVને પણ રેગ્‍યુલર દવા લેવાથી કંટ્રોલમાં રાખી શકાય છે. આ  દવાઓની આડઅસર સાવ નહિવત છે અને દિવસમાં માત્ર એક જ ટેબલેટ લેવાની હોય છે. આ ઉપરાંત દર્દીની રોગ પ્રતિકારક શક્‍તિ ઓછી હોવાથી તેમને ન્‍યુમોનિયા, ફલુ અને હિપેટાઇટિસ B ની રસી પણ આપવામાં આવે છે. HIV એ  સાથે જમવાથી, સાથે રમવાથી, સાથે કામ કરવાથી, એકબીજાના કપડા પહેરવાથી કે એક પથારીમાં સુવાથી ફેલાતો નથી.

HIVના દર્દીની જિંદગી નોર્મલ વ્‍યક્‍તિ જેવી જ હોય છે. ઇન્‍ફેક્‍શન સ્‍પેશિયાલિસ્‍ટ ડોક્‍ટરની દેખરેખમા નિયમીત સારવાર લેવાથી દર્દી લાંબુ અને સ્‍વસ્‍થ જીવન જીવી શકે છે. તો આજે આપણે બધા આ ‘વર્લ્‍ડ એઇડ્‍સ ડે' નિમિત્તે સમાજમાં જે એચઆઇવીના દર્દી પ્રત્‍યે ભેદભાવ છે તે ખતમ કરવાનો સંકલ્‍પ લઈએ.(૨૧.૩૦)

ડો. કૃતાર્થ કાંજિયા

તાવ અને ગંભીર

ઇન્‍ફેક્‍શનના નિષ્‍ણાંત

(4:16 pm IST)