Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

બેંક ઓફ બરોડાએ વિકસાવી બોબ કિસાન વર્લ્‍ડ એપ્‍લીકેશન

ખેડૂતોને મહત્તમ પાક અને મહત્તમ આવક અપાવવા

રાજકોટ,તા.૧ : ભારતની અગ્રણી સરકારી બેંકો પૈકીની એક બેંક ઓફ બરોડાએ ખેડૂતો માટે તેમની કૃષિલક્ષી તમામ જરૂરિયાતો માટે વનસ્‍ટોપ સોલ્‍યુશન બોબ વર્લ્‍ડ કિસાન એપ પ્રસ્‍તુત કરી હતી. બોબ વર્લ્‍ડ કિસાન સર્વાંગી પ્‍લેટફોર્મ છે જે કૃષિ ધિરાણ, વીમો અને રોકાણ, પાકની કિંમતો પર નજર જેવી મંડી સેવાઓ, હવામાનની ધારણા જેવી કૃષિ સલાહકાર સેવાઓ, પાકના આરોગ્‍ય પર નજર અને કૃષિલક્ષી કાચા માલની ખરીદી અને ઉપકરણના હાયરિંગ સહિત અન્‍ય મૂલ્‍ય સંવર્ધિત સેવાઓ, ઉત્‍પાદકતા વધારવા ટેકનોલોજીનો ઉપયોગ વગેરે જેવી અદ્યતન સમાધાનો ઓફર કરીને કૃષિ આર્થિક સફરને ડિજિટાઇઝેશન બનાવવામાં મદદરૂપ થશે.

એપની અંદર વિવિધ પ્રકારની સેવાઓ પ્રદાન કરવા એગ્રિબેગ્રી, એગ્રોસ્‍ટાર, બિગહાટ, પૂર્તિ, ઇએમ૩ અને સ્‍કાયમેટ જેવી છ કૃષિ કંપનીઓ સાથે જોડાણ કર્યું છે જે હાલ ત્રણ ભાષાઓ અંગ્રેજી, હિંદી અને ગુજરાતીમાં ઉપલબ્‍ધ છે.

બેંક ઓફ બરોડાના એકઝીકયુટીવ ડીરેકટર શ્રી જોયદીપ દત્તા રોયએ કહ્યું હતું કે, દેશની અગ્રણી સરકારી બેંકો પૈકીની એક તરીકે અમે ભારતીય કૃષિ સમુદાય સાથે ગાઢ અને કાયમી સંબંધ ધરાવીએ છીએ બેંક ઓફ બરોડાનું વિઝન લણણીથી વેચાણ સુધીની સફરમાં ભારતીય ખેડૂતોને ટેકો આપવાનું છે.

બેંક ઓફ બરોડાના ચીફ ડિજિટલ ઓફિસર શ્રી અખિલ હાંડાએ કહ્યું હતું કે બોબ વર્લ્‍ડ મોબાઇલ બેંકિંગ એપ ગયા વષેૃ પ્રસ્‍તુત થઇ હતી જેમણે અમારા લાખો ગ્રાહકો માટે પરિવર્તનનો પવન ફુંકયો હતો. બોબ વર્લ્‍ડ કિસાન ચાર કેટેગરીમાં આવે છે. ફાઇનાન્‍સ, મંડી, હવામાન, મૂલ્‍ય સંવર્ધિત સેવાઓ, બેંક દ્વારા વાર્ષિક ખેડૂત જોડાણ કાર્યક્રમ બરોડા કિસાન પખવાડા દરમિયાન બોબ વર્લ્‍ડ કિસાન એપની પ્રસ્‍તુતિ થઇ હતી. જેમાં ખેડૂતોને જોડાણ સાથે વેગ આપવાનો વિવિધ કૃષિ ઉત્‍પાદનો, ડિલીવરી ચેનલો વિશે જાગૃતિ લાવવાના આશયથી જે ખેડૂતોના હિત માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલો અંગે જાણકારી આપવાનો ઉદ્દેશ છે.

(4:11 pm IST)