Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

કરો મતદાન, લોકતંત્ર મહાનઃ ફરજમાં ઉમેશ રાજ્‍યગુરુ પરિવાર મોખરે

શ્રીમતી જયોતિ રાજ્‍યગુરુ ગોમટાની શિબીરમાંથી અને ચિ.આલોક ગાંધીનગરથી ખાસ મતદાન માટે આવ્‍યા

રાજકોટ : ગુજરાતના પૂર્વ મંત્રી ઉમેશ રાજ્‍યગુરુ પરિવાર મતદાનની ફરજ બજાવી છે. તેમના ધર્મપત્‍ની પ્રાધ્‍યાપક ડો.જયોતિ રાજ્‍યગુરુ કે જેઓ ગોમટા ખાતે પ્રાકૃતિક ચિકિત્‍સા માટેની દસ દિવસની શિબિરમાં હોવા છતા ખાસ મંજૂરી લઇ ખાસ મતદાન કરવા રાજકોટ આવ્‍યા છે. તેમનો દિકરો આલોક ગાંધીનગર અભ્‍યાસ કરે છે તે પણ ખાસ મતદાન કરવા રાજકોટ આવી પહોંચ્‍યો છે. ઉમેશ રાજ્‍યગુરુ પરિવારની આ મતદાન જાગૃતિ સરાહનીય છે. રાજકોટ પヘમિના મતદાર તરીકે રાજ્‍યગુરુ પરિવારે મતદાન કર્યું હતું. (તસ્‍વીરઃ સંદિપ બગથરિયા)

(11:44 am IST)