Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

કલેકટર-મ્‍યુનિ. કમિશનરનું સજોડે મતદાન

રાજકોટના સનદી અધિકારીઓએ રાષ્‍ટ્રીય ફરજ બજાવી

રાજકોટ : રાજકોટના આઠ વિધાનસભા મત વિસ્‍તારોમાં ઉત્‍સાભેહ મતદાનનો પ્રારંભ થયો છે. જિલ્લામાં તમામ બેઠકો પર નાગરિકો મતદાન માટે ઉમટી રહ્યા છે.  લોકશાહીના અવસર એવા વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ તબક્કામાં રાજકોટ શહેરના મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને તેમનાં ધર્મપત્‍ની પી.જી.વી.સી.એલના જોઈન્‍ટ મેનેજિંગ ડિરેક્‍ટર શ્રીમતી પ્રિતી શર્માએ આજે મતદાન કરી લોકશાહીના અવસરની ઉજવણી કરી હતી. સવારે ૮:૩૦ કલાકે રાષ્‍ટ્રીય શાળા સામે શાળા નં. ૧૧માં મ્‍યુનિસિપલ કમિશનરએ લોકશાહીના પર્વમાં રાજકોટના મતદારોને મતદાન કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુ અને તેમનાં ધર્મપત્‍ની શ્રીમતી મીનાક્ષીએ બૂથ નં. ૨૮૭, રૂમ નં.૧૬, આઈ.પી મિશન હાઈસ્‍કુલ ખાતે તેમના અમૂલ્‍ય મતાધિકારનો ઉપયોગ કરીને સૌને મતદાન કરવા અપીલ કરી હતી. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(11:40 am IST)