Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

બેડલામાં ઘરના ડેલા પાસે પડી જતાં શિવાભાઇ સોરાણીનું મોત

કોઠારીયા રોડ પર રહેતાં રાજેશભાઇનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧: કુવાડવાના બેડલા ગામે રહેતાં શિવાભાઇ મેરામભાઇ સોરાણી (ઉ.વ.૬૦) રાતે બારેક વાગ્‍યે ઘરના ડેલા પાસે ઉભા હતાં ત્‍યારે એકાએક પડી જતાં અને બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિાવરમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોફિકભાઇ જુણાચે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. શિવાભાઇ ખેતી કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.

બીજા બનાવમાં કોઠારીયા રોડ ખોડિયાર મંદિર પાછળ રહેતાં રાજશેભાઇ ધનજીભાઇ બગથરીયા (ઉ.૫૮) બિમાર હોઇ બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. તે અપરિણીત હતાં અને પાંચ ભાઇ તથા એક બહેનમાં વચેટ હતાં. બનાવ અંગે ભક્‍તિનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. 

(11:40 am IST)