Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રાજકોટમાં ઉત્‍સાહપૂર્ણ માહોલમાં મતોત્‍સવ

મેયર પ્રદિપભાઇ ડવએ સજોડે મતદાન કર્યું : બુઝુર્ગો, મહિલાઓ સવારમાં જ મતદાન માટે ઉમટયા

રાજકોટ તા. ૧ : લોકશાહીના અવસર સમી રાજય વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ તબક્કાના મતદાનની ગુલાબી ઠંડીના માહોલમાં શરૂઆત થઈ છે. આ સાથે જ રાજકોટ શહેરના પ્રથમ નાગરિક અને મેયર પ્રદિપભાઈ ડવએ તેમના ધર્મપત્‍ની પ્રજ્ઞાબેન સાથે સવારે ૮ વાગ્‍યામાં જ ગુરૂપ્રસાદ ચોકમાં જૂની વોર્ડ ઓફિસ ખાતે મત આપ્‍યો હતો. સમગ્ર શહેરમાં મતદાનની શરૂઆતમાં જ મહિલાઓ, બુઝુર્ગો અને નાગરિકો મોટી સંખ્‍યામાં મતદાન માટે ઉમટ્‍યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

પ્રદિપભાઈ ડવએ આ સાથે રાજકોટ શહેરની ત્રણેય વિભાનસભા બેઠકના ૯ લાખથી વધુ મતદારોને મુક્‍ત, ન્‍યાયી અને પારદર્શી ચૂંટણી માટે મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ વ્‍યક્‍ત કર્યો હતો. (તસ્‍વીર : સંદિપ બગથરીયા

(10:57 am IST)