Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

બુકી બજારના તારણો ખોટા પડશે તેવી ચર્ચાઃ કયા પક્ષની શું સ્‍થિતિ? શું ચર્ચાય છે?

રાજકોટ : આજની તારીખે અનેકવિધ વર્તુળોમાં જે આંકડાઓ મૂકાઈ રહ્યા છે તે સહુ કોઈ જાણે છે. દરમિયાન જમીની હકીકત થોડી અલગ પડે છે. ખુદ ભાજપના ચોક્કસ વર્તુળો ૧૧૫ થી ૧૨૦ બેઠકોનો અંદાજ આપે છે. કોંગ્રેસને ૩૫ થી વધુ અને આમ આદમી પાર્ટીને ૫ બેઠકો મળે છે.  જયારે ચર્ચાતી વિગતો મુજબ બુકી બજારો સતત પહેલેથી ભાજપને ૧૩૮ થી ૧૪૧ બેઠકો આપતી હતી. જે આજે થોડા ફેરફાર સાથે ભાજપને ૧૩૪ થી ૧૩૬ બેઠકો આપે છે. કોંગ્રેસને ૨૬ થી ૨૮ અને આમ આદમી પાર્ટીને ૭ થી ૮ બેઠકો આપે છે. જો કે સામાન્‍ય રીતે આ તારણો સત્‍યની નજીક રહેતા હોય છે, પણ આ વખતે તેમાં મોટો ફેરફાર આવે તેવી પણ ચર્ચા છે.

એક માત્ર જેતપુર બેઠક ઉપર ભાજપના જયેશ રાદડીયા ૫૦ થી ૭૦ હજાર મતોથી જીતે છે. તે અંગેના સોદા પડી રહ્યાનું પણ ચર્ચાય છે. આ સિવાય કોઈ વ્‍યકિતગત બેઠકના ભાવ ચર્ચાતા નથી. મતદાન પછી જ વ્‍યકિતગત બેઠકો અંગે બુકી બજારમાં નિર્દેશો મળે તેવી વાતો બહાર આવે છે.

(12:47 pm IST)