Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

મનસુખ કાલરીયા લોકો સાથે સીધા જોડાયેલા શેરી-ગલીના કાર્યકર છે

લાંબો સમય સત્તાપક્ષે કે વિપક્ષમાં રહીને પણ બેદાગ રહ્યા છે, નિષ્‍ઠાવાન પ્રતિનિધિની છાપ : કોંગ્રેસ

પ્રમાણીક,ઉચ્‍ચ શિક્ષિત,રાષ્‍ટ્રપ્રેમી અને લોકસેવક એવા ૬૯-રાજકોટ પヘમિના કોંગ્રેસના ઉમેદવાર મનસુખ કાલરીયાને લોકોનુ પ્રચંડ સમર્થન મળ્‍યુ છે.  તેઓની ૩૮ વર્ષની જાહેર જીવનની કારકિર્દી છે.

ગ્રામ પંચાયતથી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેટર,સહકારી ક્ષેત્રે તેમજ સરકારના બોર્ડ નિગમમાં ડિરેક્‍ટર તરીકે સેવા આપેલ છે. લાંબો સમય સતાપક્ષે કે વિપક્ષમાં રહીને પણ તેઓ બેદાગ રહ્યા છે. જાહેર જીવનમાં તેઓની છાપ નિષ્‍ઠાવાન અને પ્રમાણિત પ્રતિનિધિ તરીકેની હોવાનું ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, રૂદ્રદત રાવલે જણાવ્‍યુ હતું.

તેઓએ બીએસસી (મેથ્‍સ)ની ડિગ્રી મેળવીને જીપીએસસી ક્‍લાસ-૨ ની પરીક્ષા પાસ કરેલ છે તેમના ધર્મપત્‍ની પણ એમએ (સોશ્‍યોલોજી) જેવી માસ્‍ટર ડિગ્રી ધરાવે છે. મનસુખભાઈ કાલરીયા નુ એક માત્ર સંતાન ડો. પાર્થિક કાલરીયા હાલ ભારતીય સેનામાં મેજર તરીકે સેવારત છે. જેમણે કાશ્‍મીરમાં લેહ, લદાખ, પુલવામાં, ઉરી, સિયાચીન જેવા દુર્ગમ સરહદી વિસ્‍તારોમાં ફરજ બજાવી ઓપરેશન મેઘદૂત એવોર્ડ સહિત અનેક એવોર્ડ્‍સ મેળવેલ છે.

મનસુખભાઈ શેરી ગલ્લીના કાર્યકર છે. હંમેશા લોકોની વચ્‍ચે રહી લોકોના પ્રશ્નો, સમસ્‍યાઓ તથા વિકાસ કામો માટે સતત પ્રયત્‍નશીલ હોવાનું જણાવેલ. તેઓ ૬૯-રાજકોટ પヘમિમાં પદયાત્રા, બાઇકરેલી, જાહેર સભા, ગ્રુપ મીટીંગો દ્વારા ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરેલ છે સામાજિક આગેવાનો, સંસ્‍થાઓના સંચાલકશ્રીઓ, ધાર્મિક સંતો, મહંતોના આશીર્વાદ લઇ પોતાના પ્રચારને ઘનિષ્ટ બનાવેલ હોવાનું જણાવેલ.

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રાજકોટ ૬૯ના ઉમેદવાર મનસુખભાઈ કાલરીયા તેમજ અતુલ રાજાણી, રૂદ્રદત રાવલ, ગાયત્રીબા વાઘેલા અને નિલેશ વિરાણી નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૮)

મતદાનને લગતી કોઈપણ જાતની મુશ્‍કેલી પડે તો કોંગી આગેવાનોને જાણ કરજો

મતદારો પોતાના ચૂંટણી કાર્ડના એપીક નંબર ઉપરથી કયા મતદાન કરવુ સહિતની માહિતી મળી શકશે : વોટર હેલ્‍પલાઈન એપ પણ ડાઉનલોડ કરી શકાય

રાજકોટ : કોંગ્રેસના આગેવાનોએ જણાવ્‍યુ છે કે જનતાને કોઈપણ મતદાનને લગતી મુશ્‍કેલીઓ પડે તો કોંગ્રેસના આગેવાનો સંપર્ક કરવો.

રાજકોટના જાગૃત નાગરીકોને પ્‍લે સ્‍ટોરમાંથી વોટર હેલ્‍પલાઈન એપને ડાઉનલોડ કરીને તેમના મતદાન કેન્‍દ્ર તથા તેમનું મતદાન ક્રમ નંબર મેળવી શકાય તે માટે એપ્‍લીકેશનને ડાઉનલોડ કરવી તેમ છતા પણ કોઈ મુશ્‍કેલી જણાય તો કોંગ્રેસના આગેવાનોનો સંપર્ક કરવો.

અતુલભાઈ રાજાણી - મો. ૯૮૭૯૮ ૦૦૧૦૦, ગાયત્રીબા વાઘેલા - ૭૬૯૮૦ ૦૩૦૦૬, કૃષ્‍ણદત્તભાઈ રાવલ - ૯૫૫૮૮ ૭૪૪૨૨, નિલેશભાઈ વિરાણી (ઉમેદવારના એજન્‍ટ) મો. ૯૪૨૭૨ ૫૪૫૮૩, ડી.બી. ગોહેલ મો. ૯૮૨૪૪ ૨૪૨૨૮, અંકુરભાઈ માવાણી - ૯૭૧૨૬ ૬૬૪૬૪, અશોકસિંહ વાઘેલા - ૯૮૯૮૪ ૭૭૧૨૨, અભિષેકભાઈ રાણા - ૯૯૦૪૦ ૦૦૦૫૫, તીર્થભાઈ - ૯૭૨૩૧ ૩૨૯૨૧.

આ ઉપરાંત મતદારોને તેમના મતદાન મથકની વિગત તથા તેમની મતદાન સ્‍લીપ ન મળેલ હોય તો ગજેન્‍દ્રસિંહ ઝાલા - ૯૪૨૬૨ ૨૯૩૯૬, તુષીતભાઈ પાણેરી ૯૪૨૭૨ ૪૨૨૫૩, અલ્‍કાબેન પટેલ ૯૯૮૦૦૦૪૩૫૩નો સંપર્ક કરવા કૃષ્‍ણદતભાઈ રાવલ (મનસુખભાઈ કાલરીયાના ચૂંટણી એજન્‍ટ)ની યાદીમાં જણાવાયુ છે.

(4:08 pm IST)