Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

શોપીંગ મોલ - હેર સલુનમાં કોરોના ટેસ્ટીંગ : ૯ પોઝિટિવ

ક્રિસ્ટલ મોલ, બીગબજાર તથા રિલાયન્સ મોલના ડીલવરી બોય - સેલ્સ ગર્લ તથા હેર સલુન ક્ષોરકર્મ કારીગરોનો કેમ્પ યોજાયો : ૨૨૬ લોકોનું ટેસ્ટીંગ કરતી મ.ન.પા.ની આરોગ્ય શાખા

રાજકોટ તા. ૧ : શહેરના દરેક નાગરિક સુધી પહોંચીને કોરોના અંગેનું ચેકઅપ કરી કોરોના સંક્રમણ ચેઈન તોડવાના આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા તા. ૨૮-૧૧-૨૦૨૦ ના રોજ બાર્બર (વાણંદ) ક્ષોરકર્મ કારીગરોનું તેમજ તા. ૩૦-૧૧-૨૦૨૦ ના રોજ બીગ બજાર તથા રિલાયન્સ મોલના ડીલીવરી બોય/ગર્લનું અને આજરોજ ડી-માર્ટ (ક્રિસ્ટલ મોલ, કુવાડવા રોડ, ગોંડલ રોડ અને લાલપાર્ક) ખાતે સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૨૮-૧૧-૨૦૨૦ ના રોજ બાર્બર (વાણંદ) ક્ષોરકર્મ કારીગરોના કેમ્પમાં કુલ ૨૫૨ લોકોના સ્ક્રીનીંગ અને ૧૭૨ લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા જેમાંથી ૦૩ લોકોને કોરોના પોઝિટિવ આવ્યા હતા, તા. ૩૦-૧૨-૨૦૨૦ ના રોજ બીગ બજાર અને રિલાયન્સ મોલ ખાતેના કેમ્પમાં કુલ ૫૧૨ લોકોના સ્ક્રીનીંગ અને ૩૪૬ લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા જેમાંથી ૦૫ લોકોને કોરોના પોઝિટિવ આવ્યા હતા તેમજ આજે તા. ૦૧-૧૨-૨૦૨૦ ના રોજ ડી-માર્ટ ખાતેના કેમ્પમાં કુલ ૧૪૩ લોકોના સ્ક્રીનીંગ અને ૧૦૮ લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા જેમાંથી ૦૧ લોકોને કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેમને મનપાની ટીમ દ્વારા હોમ કવોરેન્ટાઇન કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય ખાતે દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં વિવિધ સ્થળોએ કેમ્પ કરી ૯૦૭ લોકોના સ્ક્રીનીંગ અને ૬૨૬ લોકોના ટેસ્ટીંગ કરાયા હતા જમાંથી ૦૯ પોઝિટિવ આવ્યા હતા.

હાલ કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું, વારંવાર હાથ સાફ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જ જરૂરી છે. શકય તેટલું એકબીજાના સંપર્કમાં આવવાનું ટાળવું એ પણ ખુબ જરૂરી છે. તંત્રની કામગીરી સાથે લોકોનો પણ સહયોગ જરૂરી છે.

(3:25 pm IST)