Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કર્ફયુ સમયમાં લગ્ન પ્રસંગ યોજનાર અને હોટલ ખુલ્લી રાખનાર સામે ગુનો

યુનિવર્સિટી પોલીસે ગેલાભાઇ કીહલાને ત્યાં લગ્ન પ્રસંગમાં અને સાધુ વાસવાણી રોડની ગુરૂનાનક હોટેલના સંચાલક સામે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧: કોરોના સંક્રમણ અટકાવવા રાત્રે નવથી સવારના છ સુધી કર્ફયુ અમલમાં મુકાયો છે. તેનું પોલીસ કડક પાલન કરાવે છે. યુનિવર્સિટી પોલીસે કર્ફયુ સમયમાં લગ્ન યોજનાર અને હોટેલ ખુલી રાખનાર સામે કાર્યવાહી કરી છે. સાધુવાસવાણી રોડ વિશ્વકર્મા સોસાયટી શેરી ન.૫ ખાતે ગેલાભાઇ રાણાભાઇ કીહલાના ઘરે તેમના દિકરાનો લગ્ન પ્રસંગ કર્ફયુ સમયમાં ચાલુ હોઇ તેમજ સાધુવાસવાણી રોડ પર ગુરૂનાનક પંજાબી હોટલ ખુલ્લી હોઇ ગેલાભાઇ તથા  હોટેલ સંચાલક મુકેશસિંઘ ભગતસિંઘ ડાંગી (ઉ.વ.૩૮-રહે, રેલનગર, સંતોષીનગર ફાટક પાસે, રામપાર્ક, શેરી નં.૩) સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પીઆઇ એ.એસ.ચાવડા, પો.સબ.ઇન્સ એ.બી.જાડેજા, પો.હેડ કોન્સ. રાજેશભાઇ એન.મિયાત્રા, યુવરાજસિંહ આર.ઝાલા તથા પો.કોન્સ અજયભાઇ ભુડીયા, બ્રિજરાજસિંહ ગોહિલ તથા ટ્રાફીક બ્રિગેડ જયદીપભાઇ ચૌહાણ સહિતે આ કાર્યવાહી કરી હતી.
 

(12:53 pm IST)