Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ગોંડલ રોડ માલધારી ફાટક પાસે અકસ્માતમાં પારડીના વિશાલનું મોતઃ ભાઇ ભરતને ઇજા

બંને ભાઇઓ ગોંડલ ચોકડીથી કામ પતાવી એકટીવા પર ઘરે આવતા'તા ત્યારે રસ્તામાં બનાવઃ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧: ગોંડલ રોડ માલધારી ફાટક પાસે એકટીવા સ્લીપ થયા બાદ ટ્રકની ઠોકરે ચડી જતાં એકટીવા પર બેઠેલા લોધીકાના પારડીના બે ભાઇઓ વિશાલ મોહનભાઇ સોલંકી (ઉ.વ.૨૦) અને ભરત મોહનભાઇ સોલંકી (ઉ.વ.૧૮)ને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વિશાલનું મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે આજીડેમ પોલીસને જાણ કરી હતી. વિશાલ અને ભરત ગોંડલ ચોકડીથી આગળ વિશાલ બેરીંગ પાસે કામ કરતાં હતાં. ત્યાંથી સાંજે આઠેક વાગ્યે એકટીવા પર ઘરે આવી રહ્યા હતાં ત્યારે માલધારી ફાટક પાસે વાહન સ્લીપ થયા બાદ ટ્રકની ઠોકરે ચડી જતાં બંનેને ઇજાઓ થઇ હતી. સારવાર દરમિાન વિશાલે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:54 am IST)