Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

શાપરના યુવાને અખતરો કરવા ભાંગની ગોળી પીધીઃ હાલત બગડી

ભૈયા શખ્સોએ કંઇ ન થાય કહેતાં પી ગયોઃ સારવાર લીધી

રાજકોટ તા. ૧: શાપર વેરાવળમાં આનંદ રેસિડેન્સી બી-૬૮માં રહેતો અને કારખાનામાં કામ કરતો હિતેષ કરસનભાઇ ખુમાણ (ઉ.વ.૩૨) ડી. એમ. કાસ્ટીંગ સામે પાનના ગલ્લા પાસે ભાંગની ગોળી પી ગયા બાદ હાલત બગડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.

હિતેષના કહેવા મુજબ કારખાનામાં કામ કરતાં ભૈયા શખ્સો ભાંગની રૂ. ૧૦માં મળતી ગોળી પીતા હોઇ પોતાને પણ એ લોકોએ આમાં કંઇ ન થાય...તેમ કહેતાં પોતે પણ અખતરો કરવા પી ગયો હતો. પરંતુ બાદમાં ચક્કર આવવા માંડતાં ઘરે જઇ વાત કરતાં સારવાર માટે દાખલ કરાયો હતો.

(11:53 am IST)