Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

રાજકોટની ભાગોળે મરઘાં ( કુકડા )ઓને એકબીજા સાથે લડાવી પૈસાનો દાવ લગાવી જાહેરમાં જુગાર રમતા 11 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા : 14,46 લાખથી વધુનો મુદામાલ જપ્ત

રાજકોટ : ડીસીબીના પો,સબ,ઇન્સ,એમ,વી, રબારીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટીમના એ,એસ,આઈ,જયુભા પરમાર અને હરદેવસિંહ જાડેજા,અને એભલભાઈ બરાલીયાઓને મળેલ બાતમીના આધારે રાજકોટ મોરબી રોડ જકાતનાકા પાછળ જય જવાન જય કિશાન સોસા,પાછળ ખોજા કબ્રસ્તાનની પાછળ જૂની લાલપરી નદીના કાંઠે જાહેરમાં મરઘાંઓને લડાવી પૈસાનો દાવ ખેલીને જુગાર રમતા 11 આરોપીઓને રોકડા, 20,720 , મરઘાં 4 કિંમત,1500, 2,11, લાખના 16 ટુ વહીલર વાહનો અને 9 ફોર વહીલ કિંમત 12 લાખ , મોબાઈલ નંગ 9 , 14,600 મળીને 14,46,320 લાખનો મુદામાલ સાથે દબોચી લીધા છે 

(8:19 pm IST)