Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

રાજકોટ મ.ન.પા.ના આરોગ્ય વિભાગના જુદા-જુદા 4 સંવર્ગોની ૧૦૬ જગ્યાઓની ભરતી માટે લેખિત પરીક્ષા યોજાઈ: અ...ધ...ધ ૪,૧૯૧ ઉમેદવારો રહ્યા ગેરહાજર

કુલ ૮,૧૮૦ પૈકી ૩,૯૯૧ ઉમેદવારોએ પરીક્ષા આપી: આગામી રવિવારે બીજા 4 સંવર્ગોની 43 જગ્યા માટે પરિક્ષા

રાજકોટ: મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની જુદા - જુદા ૦૪ સંવર્ગો ૧ ) મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ૨ ) ફિલ્ડ વર્કર ૩ ) ફિમેલ હેલ્થ વર્કર ૪ ) એકસ - રે ટેકનીશીયનની લેખિત પરીક્ષા આજે તા .1 રોજ અલગ - અલગ સમય મુજબ રાજકોટ શહેરના ૧૦ પરીક્ષા કેન્દ્રો ખાતે લેવામાં આવી . આ ચારેય લેખિત પરીક્ષાના મળીને કુલ ઉમેદવારો ૮,૧૮૦ નોંધાયેલ હતા , જે પૈકી ૩,૯૯૧ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવામાં આવેલ અને ૪,૧૯૧ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહેલ . રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલની નોવેલ કોરોના ( COVID - 19 ) વાયરસની પરિસ્થિતી ધ્યાને લઇ , સરકારશ્રીની COVID - 19 ની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન થાય તે રીતે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ.

         જેમાં ખાસ કરીને , દરેક પરીક્ષા કેન્દ્રમાં બ્લોક દીઠ ફક્ત ૧૬ ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ , પરીક્ષાના આગળના દિવસે પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોકરૂમ , પેસેજ , દાદરા , ઓફિસ વિ . ને સંપૂર્ણ સેનીટાઇઝ કરવામાં આવી , પરીક્ષામાં આવનાર તમામ ઉમેદવારો તથા સ્ટાફનું પરીક્ષા કેન્દ્રના પ્રવેશ પર મેડીકલ સ્ક્રીનીંગની વ્યવસ્થા કરવામાં આવેલ જેમાં માસ્ક વિતરણ , સેનીટાઇઝેશન તથા થર્મલ ગન દ્વારા તાપમાનની માપણી કરવામાં આવેલ . વિશેષમાં પરીક્ષા કેન્દ્ર પર સોશીયલ ડીસ્ટન્સ જળવાઇ રહે તેની ખાસ તકેદારી પણ રાખવામાં આવેલ . આમ , રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની જુદા - જુદા ૦૪ ( ચાર ) સંવર્ગો ૧ ) મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ૨ ) ફિલ્ડ વર્કર ૩ ) ફિમેલ હેલ્થ વર્કર ૪ ) એક્સ - રે ટેકનીશીયનની લેખિત પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે .

 વિશેષમાં આગામી તા .૦૮ રવિવારના રોજ જુદા - જુદા ૦૪  સંવર્ગો ૧ ) સુપીરીયર ફિલ્ડ વર્કર ૨ ) સ્ટાફ નર્સ 3 ) લેબ ટેકનીશીયન ૪ ) ફાર્માસિસ્ટની લેખિત પરીક્ષા રાજકોટ શહેરના ૦૫ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે .

(7:54 pm IST)