Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

રાજભાષા સમિતિની બેઠક

બેંક ઓફ બરોડાના સંયોજનમાં કાર્યરત નગર રાજભાષા કાર્યાન્વયન સમિતી, રાજકોટ (બેંક) ર૩મી બેઠક રાજકોટ ખાતે યોજાઇ હતી. આ બેઠકની અધ્યક્ષતા કમીટીના ચેરમેન અને જનરલ મેનેજર, બેંક ઓફ બરોડા, રાજકોટ ઝોનના વિજયકુમાર બસેઠાએ કરી હતી. આ પ્રસંગે તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના વહીવટી વડાઓ અને શાખાના વડાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં રાજભાષા હિન્દીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં બેંક ઓફ બરોડા, હેડ ઓફીસ વડોદરા તરફથી ખાસ ઉપસ્થિત રહેલા ડેપ્યુટી જનરલ મેનેજર અને હેડ ઓફીશિયલ લેંગ્વેજ એન્ડ પાર્લામેન્ટરી કમીટી સંજયસિંહ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના ડેપ્યુટી જનરલ મેનેજર વિનોદકુમાર અરોરા, બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી જનરલ મેનેજર અમરેન્દ્રકુમાર, ડિવીઝનલ હેડ, પંજાબ નેશનલ બેંક આલોક કપુર, સર્કલ હેડ ઇન્ડીયન બેંક રાજીવ રંજન અને બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર જે.બી.રોહડા અને નરેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સમિતીના મેગેઝીન રાજગરીમાના નવા અંકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સભ્ય સચિવ અને ચીફ મેનેજર ચંદ્રવીરસિંહ રાઠોડે કર્યુ હતું.

(5:01 pm IST)