Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

સોરઠીયાવાડીમાં શ્રીમોઢેશ્વરી માતાજી મંદિરે શ્રૃંગાર દર્શન

રાજકોટઃ સોરઠીયાવાડી પટેલનગર ૧માં આવેલ સમસ્ત મોઢજ્ઞાતિના કુળદેવી શ્રીમોઢેશ્વરી માતંગી માંના મંદિરે આસો મહિનાના નોરતા દરમ્યાન શ્રીંગાર દર્શન કુંભસ્થાપન અખંડ દિપદર્શન અને માંના સ્વરૃપ દિવ્યદર્શનનો લાભ સવારના ૬થી ૧૨ અને સાંજે ૪થી ૧૧ વાગ્યા સુધી મળશે ૧૧ વાગ્યે આરતી પ્રસાદ થશે. દરેક માઇ ભકતોને સહભાગી થવા મંદિરના પુજારી રવિભાઇ દ્વારા અપીલ કરાઇ છે. આસો સુદ નોમના દિવસે માતાજીના મંદિરે હવન(યજ્ઞ) રાખવામાં આવેલ છે. જેમાં કોઇને સાતક બેસવાનો લાભ લેવા હોઇ તો મો. ૮૨૦૦૫ ૭૫૩૫૫ ઉપર સંપર્ક કરવા કમલેશભાઇ ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.

(4:02 pm IST)