Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ગિરાસદાર ક્ષત્રીય બહેનો-દિકરીઓના ત્રિ-દિવસીય રાસોત્સવનો ભવ્ય પ્રારંભ

રૃદ્ર શકિત ક્ષત્રીય મહિલા સેવાકીય સંસ્થાનનું આયોજન

રાજકોટ, તા., ૧: રુદ્ર શકિત ક્ષત્રિય મહિલા સેવાકીય સંસ્થાન દ્વારા ત્રિ દીવસીય નવરાત્રી નો અખંડ સૌભાગ્ય વતી રાણી સાહેબ ઓફ રાજકોટ શ્રી કાદંબરી દેવીજી તથા શ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા ધારાસભ્ય ગોંડલ તથા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાના વરદ હસ્તે શુભારંભ, જેમાં ગિરાસદાર ક્ષત્રિય સમાજના બહેનો તથા દીકરીઓ બહોળી સંખ્યામાં ઉત્સાહ સાથે માતાજીની આરાધના કરી ગરબા રમ્યા. આવનારા બે દિવસોમાં અનેક કૃતિઓ જેવી કે તલવાર રાસ, દિવડા રાસ, માંડવી રાસ, મટકી રાસ રજુ કરી આનંદ અને ઉત્સાહ  સાથે રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખશ્રી માયા જાડેજા ની આગેવાની હેઠળ રુદ્ર શકિત મહિલા  મંડળ જહેમત ઉઠાવી ને કાર્યક્રમને સફળતા અપાવી છે.

(3:59 pm IST)