Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

સ્‍ટર્લીંગ હોસ્‍પીટલ દ્વારા જૈનમ નવરાત્રી મહોત્‍સવનાં ગ્રાઉન્‍ડ પર વિશેષ ઉજવણી

રાજકોટઃ સ્‍ટર્લીગ હોસ્‍પીટલ રાજકોટ દ્વારા વર્લ્‍ડ હાર્ટ ડે નિમિતે લોકોમાં હેલ્‍ધી લાઇફ અપનાવવા અંગે જૈનમ નવરાત્રી મહોત્‍સવમાં ઉપસ્‍થિત ગરબા ખેલૈયાઓ તેમજ આમંત્રીતોની વચ્‍ચે સ્‍ટર્લીગ હોસ્‍પીટલ રાજકોટના કાર્ડીઓલોજી વિભાગના ડો.ચિંતન મહેતા, ડો.રવિ ભોજાણી, ડો.મનદીપ ટીલાળા, ડો.પાર્શ્વ વોરા દ્વારા ઉપસ્‍થિત જનમેદનીને ખાસ ટીપ્‍સ આપવામાં આવેલ. આ તકે હાર્ટ શેઇપની કેક પણ કાપવામાં આવેલ તેમજ ત્‍યાર બાદ હાર્ટ શેઇપના બલુન દ્વારા ખેલૈયાઓએ કાર્ડીઓ ગરબા કરેલ અને તેમને સ્‍ટેજ પરથી લાઇવ ડી.જે.નો સપોર્ટ મળેલ. સ્‍ટર્લીગ હોસ્‍પીટલ રાજકોટના કાર્ડીઓલોજીસ્‍ટની ટીમના જણાવ્‍યા મુજબ ગરબા પણ એક પ્રકારની કાર્ડીઓ એકસરસાઇઝ જ છે. નિયમીતપણે કસરત કરવાથી માનવ શરીરને એક પ્રકારની વિશિષ્‍ટ ઉર્જા પ્રાપ્ત થાય છે. તેમજ શરીરનાં તમામ અંગે નિયમીત પ્રકારે કામ કરે છે અને તેથી શરીર નિરોગી રહે છે. સમગ્ર કાર્યક્રમમાં સ્‍ટર્લીગ હોસ્‍પીટલ રાજકોટના યુનીટ હેડ  ઘનશ્‍યામ ગુસાણી તેમજ માર્કેટીંગ હેડ નિપેશભાઇ અઘેરા ઉપસ્‍થિત રહેલ તથા જૈનમ ગરબા મહોત્‍સવના જીતુભાઇ કોઠારી અને તેમની ટીમનો પણ સહયોગ પ્રાપ્ત થયેલ. આ ઇવેન્‍ટનું મેનેજમેન્‍ટ રાજકોટ સ્‍થિત કેમ્‍પેઇન એડવર્ટાઇઝીંગ દ્વારા કરવામાં આવેલ.

 

(3:57 pm IST)