Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

કાલથી રાજકોટના ૭૦૦ સહિત રાજયભરના ૧૭ હજાર સસ્‍તા અનાજના દુકાનદારોની હડતાલ

રાજકોટના સસ્‍તા અનાજના દુકાનદારોમાં તડાઃ ડવનું રાજીનામું: માવજી રાખશીયા પ્રમુખે પણ મોબાઇલ ફોન બંધ કરી દીધો... : જથ્‍થો ઉપાડવાની છૂટ પણ વિતરણ નહીં કરવા આદેશોઃ માલમાં ઘટ-કમીશન-કોરોના સહાય વારસદાર હકક સહિતના મુદ્દા

રાજકોટ તા. ૧: રાજયના પુરવઠા મંત્રી અને ગુજરાત ફેર પ્રાઇઝ એસો. વચ્‍ચે બે દિ' પહેલા યોજાયેલ મંત્રણા પડી ભાંગતા કાલથી રાજકોટ સહિત રાજયભરમાં સસ્‍તા અનાજના દુકાનદારોની બેમુદતી હડતાલ શરૂ થઇ રહી હોય, નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં જ લાખો બીપીએલ-અત્‍યોંદય- NFSA કાર્ડ હોલ્‍ડરોને ઘઉં-ચોખા-ખાંડ-મીઠૂ-ચણા-કેરોસીન-તુવેરદાળ બધું મળતું બંધ જવાની ભીતિએ ભારે દેકારો મચી ગયો છે.

રાજકોટના સસ્‍તા અનાજના દુકાનદાર અગ્રણીઓએ જણાવેલ કે, મંત્રણા પડી ભાંગતા કાલથી અમે બે મુદતી હડતાલ ઉપર જઇ રહ્યા છીએ, રાજકોટમાં પ૦ ટકા સસ્‍તા અનાજના દુકાનદારોએ માલ ઉપાડયો છે, પ૦ ટકાએ માલ નથી ઉપાડયો...ઉપરથી અમને માલ ઉપાડવાની છૂટ અપાઇ છે, પરંતુ વિતરણ નહિં કરવા આદેશ થતા કાલથી હડતાલ શરૂ કરી વિતરણ નહિં કરાય.

આ અગ્રણીઓએ બે દિ' પહેલા કલેકટર અને  DSO  ને પણ આવેદન આપ્‍યું હતું, તેમાં પણ બે તારીખથી હડતાલની જાહેરાત કરાઇ છે, દુકાનદારોને અપાતા જથ્‍થામાં ઓછો માલ મળવો, કમીશનમાં જે વધારો કરાયો તે યોગ્‍ય નહિં હોવાનું, કોરોના કાળમાં મૃત્‍યુ પામનાર દુકાનદારોને હજુ સહાય નથી અપાઇ, વારસદાર હકક, સહિતના ૧૦ થી ૧ર મુદ્દાઓ અંગે સસ્‍તા અનાજના દુકાનદારોએ આંદોલન શરૂ કર્યું છે.

દરમિયાન રાજકોટના સસ્‍તા અનાજના દુકાનદાર એસો.માં મોટા તડા પડયા જેવો તાલ સર્જાયો છે, પ્રમુખ શ્રી નરેન્‍દ્ર ડવે રાજીનામું આપી દીધું છે, તેમણે ‘‘અકિલા''ને જણાવેલ કે મેં હોદા પરથી રાજીનામું આપ્‍યું છે, હવે માવજી રાખશીયા પ્રમુખ છે, તેઓ બધી આગેવાની લઇ રહ્યા છે, પરંતુ હાલ માવજી રાખશીયાનો મોબાઇલ ફોન બંધ આવતો હોય દુકાનદારો પણ અવઢવમાં છે.

દરમિયાન ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસો.ના પ્રમુખ મહિપતસિંહ ગોહીલ, રાજકોટના હિતુભા જાડેજા, મહેશભાઇ રાઠોડ સહિતના આગેવાનોએ મુખ્‍યમંત્રીને આવેદન પાઠવી નિરાકરણ કરવા માંગણી કરી છે.

આવેદનમાં હાલમાં સરકાર દ્વારા જે કમિશન આપવામાં આવી રહ્યુ઼ં છ.ે તે કમિશનની આવક સરકારશ્રીની જાહેર વિતરણ વ્‍યવસ્‍થા ચલાવવા માટે પણ પૂરતી નથી ત્‍યારે દુકાનદારોની હાલત શું થતી હશે? હાલમાં રાજયમાં લગભગ ૬૦ ટકા જેવી દુકાનો સાથે ૩૦૦ કરતા પણ ઓછા લાભાર્થી કાર્ડ ધારકો જોડાયેલા છે જેને મહત્તમ ૧૦૦૦૦ જેવું સામાન્‍ય કમિશન મળે છે. આ કમિશનની રકમમાંથી દુકાનદારે તોલાટ ઓપરેટરના મજૂરી ખર્ચ ઉપરાંત દુકાન ભાડું લાઇટ બીલ નેટ અને સ્‍ટેશનરી ખર્ચ મિટિંગ ભાડા સહિતના ખર્ચ ચુકવવા પડે છે જેના પરિણામે દુકાનદાર પાસે કોઇ બચત ના રહેતા આવક શોધવા માટેના અલગ અલગ રસ્‍તા અપનાવે છે જે સભ્‍ય સમાજમાં દુકાનદાર અને સરકાર બંનેની સ્‍વચ્‍છ છબી ખરડે છે પોષણ ક્ષમ આવક સાથે પોષણક્ષમ દુકાન બનાવવા અંગે એસો.ની નીચે મુજબ માંગણી છે.

જ્જ મીનીમમ વેતન વિથ ફિકસ કમિશનની નીતિ લાવી દરેક દુકાન ઉપર મીનીમમ રપ૦૦૦ની આવક નિર્ધારિત કરવી જોઇએ.

જ્જ તોલાટ અને ઓપરેટરને માટે નકકી કરેલી રકમ મંજૂર કરવી જોઇએ.

જ્જ શહેરી અને ગામ વિસ્‍તારમાં કમિશનનો મોટો ભાગ દુકાન ભાડા પેટે ખર્ચાય જતો હોવાથી દુકાન ભાડાની જોગવાઇ કરવી જોઇએ.

જ્જ હાલમાં ઓન લાઇન અને આધાર આધારિત બાયો મેટિક વ્‍યવહારોને પ્રોત્‍સાહન મળે એ માટે આપવામાં આવતી પ્રતી કિવન્‍ટલ ૧૭ રૂપિયા જેવું મામૂલી ઇન્‍વેન્‍ટીવની રકમમાં વધારો કરી પ૦ રૂપિયા કરવી જોઇએ.

સરકાર જાહેર વિતરણ વ્‍યવસ્‍થા ને સંપૂર્ણ પારદર્શક કરી રહી છે ત્‍યારે દુકાનદારોને જથ્‍થા વિતરણ સમયે ઘઉં ચોખા ખાંડમાં પડી રહેલ. વિતરણ ઘટ મંજૂર કરવી જોઇએ અગાઉ આ બાબતે સતત રજૂઆત બાદ પણ અધિકારીઓ દ્વારા આવી ઘટ મળી શકે નહિં તપાસણી સમયે આ ઘટ ધ્‍યાને લેવાની હોવાનું કહી રહ્યા છે હકીકત મેન્‍યુલી વિતરણ વખતે આ ઘટ મજરે મળતી હતી ત્‍યારબાદ ર૦૧ર થી કોમ્‍પ્‍યુટર રાઇઝેશન કર્યા બાદ ઓન લાઇન વિતરણ કરતા ર૦૧૮ સુધી આ ઘટ દુકાનદારોને મજરે મળતી હતી જે નવેમ્‍બર ર૦૧૮ થી આધાર આધારિત વિતરણ વ્‍યવસ્‍થા અમલમાં લાવવા એકા એક બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત નિયામક શ્રી દ્વારા સરકારમાં દરખાસ્‍ત કરી ને ઘટ વસૂલવાના પરિપત્રમાં અનાજમાં પ્રતી કિલો પ૦ રૂપિયા વસૂલવાનો મનસ્‍વી પરિપત્ર કર્યો છે. જે રદ કરવા અમારી માંગણી છે.

સરકારશ્રી દ્વારા એસો.ની સતત રજૂઆત અને પ્રતિક હડતાળ ઘરના રેલી આવેદન પત્ર અને એક મુઠ્ઠી અનાજ દાન માગવા જેવા કાર્યક્રમો બાદ કિવન્‍ટલ દીઠ ૪ર રૂપિયા જેવી નજીવો વધારો મંજૂર કર્યો છે જેની સામે વિતરણ ઘટ એક ટકો બંધ કરતા દુકાનદારોને કિવન્‍ટલ દીઠ એક કિલો અનાજની ઘટ પડે છે જે આ પરિપત્રથી સરકાર પ૦ રૂપિયા પરત લઇ રહી છે આ કમિશન વધારો કરી દીધા ના જશ લઇ રહેલી ગુજરાત સરકારે પાછલા બારણેથી દુકાનદારોને મળતા કમિશનમાં પણ ઘટાડો કરી દીધો છે જે ખુબજ અન્‍યાય કર્તા હોય આ પરિપત્ર રદ કરવા માંગણી છે.

(3:54 pm IST)