Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

માધવરાયજી ટ્રસ્‍ટ દ્વારા રકતદાન કેમ્‍પ

માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા નવરાત્રી મહોત્‍સવની પૂર્વ સંધ્‍યાએ રાજકોટ વોલન્‍ટરી બ્‍લડ બેંકના સહયોગથી રકતદાન કેમ્‍પ યોજવામાં આવ્‍યો હતો. જેમાં ૪૦ બોટલ રકત ડોનેટ થયુ હતુ. સાથો સાથ નિઃશુલ્‍ક ફીઝીયોથેરાપી નિદાન સારવાર કેમ્‍પ યોજવામાં આવેલ. જેમાં ડો. કૃપા એચ. ટાંકે સેવા આપી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રમુખ નિલેશભાઇ ચાવડા, ઉપપ્રમુખ જતીનભાઇ મારૂ, મંત્રી કિશોરભાઇ ચોટલીયા, ખજાનચી રીતેશભાઇ ટાંક, સહમંત્રી સંદીપભાઇ મકવાણા, કારોબારી સભ્‍યો મનોજભાઇ રાઠોડ, હિતેશભાઇ ભાલીયા, વિજયભાઇ રાઠોડ, રાકેશભાઇ પરમાર, કાંતિભાઇ ચાવડા, વિપુલભાઇ ટાંક, અમિતભાઇ કાચા, કિશનભાઇ સોલંકી, રાકેશભાઇ ટાંક, નીખીલભાઇ ટાંક, જયભાઇ સોલંકીએ જહેમત ઉઠાવી હતી. 

(3:51 pm IST)