Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ગાંધીગ્રામમાં રમકડા મામલે સાસુ સાથે ચડભડ થતાં રેહાનાબેને ઝેર પીધું

રાજકોટ તા. ૧: ગાંધીગ્રામ નાણાવટી ચોક પરમેશ્વર સોસાયટીમાં રહેતી રેહાનાબેન અસલમભાઇ સુમરા (ઉ.૨૮)એ રાતે ઝેરી ટીકડી પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતાં.

રેહાનાબેનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા છે અને બે સંતાન છે. તેમનાસાસુએ જણાવ્‍યું હતું કે મારો દિકરો અસલમ ડ્રાઇવીંગ કરે છે. તે બાળકોને લઇને તેના શેઠના ઘરે ગયો હોઇ શેઠે ચારેક જેટલા રમકડા આપ્‍યા હતાં. આ રમકડામાંથી રેહાનાના બાળકો તથા મારા બીજા પુત્રના બાળકને રમકડા ભાગે પડતાં આપવા બાબતે વાતચીત દરમિયાન રેહાનાને માઠુ લાગી જતાં તેણે આ પગલુ ભર્યુ હતું. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી. (૧૪.૮)

 

 

કિસાનપરા ચોકમાં ધૂમ સ્‍પીડે આવેલું બાઇક બીજા બાઇક સાથે અથડાઇ જતાં ત્રણને ઇજા

માધાપરના પારૂલબેન ચોૈહાણ અને સામેના બાઇકવાળા સાગર તથા પ્રકાશને ઇજા

રાજકોટ તા. ૧: કિસાનપરા ચોક અન્‍ડર બ્રિજ સામે રાત્રીના અગિયારેક વાગ્‍યે બે બાઇક વચ્‍ચેના અકસ્‍માતમાં એક મહિલા અને બે યુવાનને ઇજાઓ પહોંચતા ત્રણેયને હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ માધાપર ચોકડી રત્‍નમ બિલ્‍ડીંગમાં રહેતાં અને વાંકાનેનર જીઇબીમાં ફરજ બજાવતાં નિલેષભાઇ જયંતિભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૨) રાતે પોતાના શાઇન બાઇકમાં પત્‍નિ પારૂલબેન (ઉ.૫૦)ને બેસાડીને ગરબી જોવા નીકળ્‍યા ત્‍યારે રેસકોર્ષ રીંગ રોડથી કિસાનપરા ચોકના વળાંકમાં ટર્ન લેતાં હતાં તે વખતે આમ્રપાલી અન્‍ડર બ્રિજમાંથી આરવન-ફાઇવ બાઇક ધૂમ સ્‍પીડે આવતાં નિલેષભાઇના બાઇક સાથે ધડાકાભેર અથડાતાં પતિ-પત્‍નિ બંૅને ફંગોળાઇ ગયા હતાં. જેમાંપારૂલબેનનો હાથ ભાંગી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

સામેના બાઇક પર બેઠેલા બે યુવાનો સાગર રમેશભાઇ મિયાત્રા (ઉ.૨૬) અને પ્રકાશ ડાયાભાઇ જાદવ (ઉ.૨૨)ને પણ ઇજાઓ થઇ હોઇ તેને પણ હોસ્‍પિટલમા દાખલ કરવામાં આવતાં બંનેને એન્‍ટ્રી હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ પ્ર.નગર પોલીસમાં નોંધાવી હતી. જો કે ઘાયલ પૈકીનો પ્રકાશ રાતે જ હોસ્‍પિટલમાંથી નીકળી ગયો હતો.

(3:51 pm IST)