Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

પરંપરાગત ગરબા અને ફિલ્‍મી ગીતોના ફયૂઝન ઉપર થીરકતી ગોપીઓ

સરગમી રાસોત્‍સવમાં ઉમંગ અને ઉત્‍સાહનો સમન્‍વયઃ ટ્રેડિશનલ ડ્રેસમાં બહેનોએ રાસની રમઝટ બોલાવી

રાજકોટઃ જેમ જેમ નવરાત્રીનો તહેવાર આગળ વધતો જાય છે તેમ તેમ માતાજીની ભકિતનો રંગ પણ ઘૂંટાઈ રહ્યો છે. અફલાતૂન ઓરકેસ્‍ટ્રાની સાથે સિંગરો પ્રાચીન ગરબા અને ફિલ્‍મી ગીતોનું ફ્‌યૂઝન રજૂ કરે છે ત્‍યારે ગોપીઓ થીરકવા માટે મજબૂર બને છે.

પાંચમા નોરતે સરગમના આંગણે જે મહેમાનો હસ્‍તે  પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, ડો.ભરતભાઈ  બોઘરા , નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદિપભાઈ ડવ, ભાવેશભાઈ પટેલ, પરેશભાઈ ગજેરા, ઘનશ્‍યામભાઈ  હેરમા, ધનરાજભાઈ જેઠાણી,  મુકેશભાઈ દોશી, ધર્મેશભાઈ જીવાણી, મહેન્‍દ્રભાઈ રાઠોડ, હસુભાઈ ભગદેવ, પ્રભુદાસભાઈ પારેખ, શૈલેષભાઇ પાબારી, રમણીકલાલ જસાણી, ભાવેશભાઈ પટેલ, મુળજીભાઇ ભીમાણી, કિરીટભાઈ આદ્રોજા, પ્રતાપભાઈ પટેલ, નીરજભાઈ આર્ય, પરસોતમભાઈ કમાણી, છગનભાઈ ગઢીયા,  પરેશભાઈ પટેલ, સુનીલભાઈ મહેતા, નીતિનભાઈ ખુંટ, કિરીટભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, રાકેશભાઈ દેસાઈ, સુનીલભાઈ વોરા, ડો. રાજેશભાઈ તૈલી, દિગ્‍વિજયસિંહ જાડેજા, રાજનભાઈ વડાલિયા. અમિતભાઈ રોકડ, નીલીખભાઈ પટેલ,વિજયભાઈ કરિયા ,કિરણભાઈ બાટવિયા, વંદનાબેન ભારદ્રાજ, અંજલીબેન રૂપાણી મનોજભાઈ રાઠોડ, કાલુમામા, દિનેશભાઈ વિરાણી, કમલનયભાઈ સોજીત્રા (ફાલ્‍કન કંપની), સંજયભાઈ પટેલ, ભરતભાઈ ગાજીપરા, જતીનભાઈ ભરાડ, રમણીકભાઈ જસાણી, ડો. નટુભાઈ ઉકાણી, ડો. કીર્તિભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, શિવલાલભાઈ રામાણીના હસ્‍તે ઇનામ વિતરણ કરેલ.

ગોપિરાસનાં નિર્ણાયક તરીકે ડો. માલાબેન કુંડલિયા, ભાવનાબેન માવાણી, માયાબેન પટેલ સેવા આપી રહ્યા છે.

ગોપિરાસમાં ઓરકેસ્‍ટ્રા તરીકે રાજુભાઈ ત્રિવેદી પ્રસ્‍તુત મ્‍યુઝીકલ મેલોઝ અને સાથે ગાયક કલાકાર તરીકે હેમંતભાઈ પંડ્‍યા (મુબઈ), સોનલબેન ગઢવી (રાજકોટ), મનીષાબેન કરંદીકર (મુંબઈ) નિલેશભાઈ પંડ્‍યા (રાજકોટ) ગુજરાતી તેમજ હિન્‍દી ફિલ્‍મ ગરબાઓની રમઝટ બોલાવશે. ઓલ બોલીવુડ ઈવેન્‍ટ્‍સ અને તાલ- તરંગના ભારતી નાયકે ડ્રમ ઉપર રમઝટ બોલાવી હતી.

જયેશભાઈ રાદડીયા, રમેશભાઈ રૂપાપરા, ડી. વી. મહેતા, પી.ટી. જાડેજા, રાજનભાઈ વડાલીયા, શૈલેશભાઈ ઠકકર, હસુભાઈ ભગદેવ, અરવિંદભાઈ તાળા, લલિતભાઈ રામજીયાણી, ભુપેન્‍દ્રભાઈ સચદે, ઘનશ્‍યામભાઈ મારડિયા, શામજીભાઈ ખુંટ, મનસુખભાઈ  પાણ, જયંતભાઈ દેસાઈ,  જગદીશભાઈ  ભીમાણી, દિનેશભાઈ  વાંકાણી,  વિનુભાઈ  પારેખ, અશોકભાઈ સોની, દિલીપભાઈ શેઠ, નરેશભાઈ શાહ,  જગદીશભાઈ સખીયા, અરવિંદભાઈ ઢોલરીયા, અરવિંદભાઈ  ઢોલરીયા,   કૃષ્‍ણકાન્‍તભાઈ ધોળકિયા, સુભાષભાઈ સામાણી, પી.ડી.અગ્રવાલ,  રશ્‍મિભાઈ  મોદી, કમલભાઈ ત્રિવેદી, મહેન્‍દ્રભાઈ  રાઠોડ,  શૈલેશભાઈ  શેઠ,  ધીરૂભાઈ  રામાણી, નરેન્‍દ્રભાઈ દવે, કરશનભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર,  મિલનભાઈ  કોઠારી, અરવિંદભાઈ  પાટડીયા,  મહેશભાઈ  ચૌહાણ વગેરે ઉપસ્‍થિત રહેશે.

સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપીરાસ ને સફળ બનાવવા માટે સરગમ ક્‍લબ ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલિયા,જસુમતીબેન વસાણી, ગીતાબેન હિરાણી, જાન્‍વીબેન પાઠક, દર્શનાબેન ભંડેરી, હર્ષાબેન કથ્રેચા, રેખાબેન રાઠોડ, ગૌતમભાઈ પારેખ, પ્રમોદભાઈ રાધનપરા, પ્રફુલભાઈ સંઘાણી, જયપાલસિંહ ઝાલા, ભરતભાઈ વ્‍યાસ આ બને કમિટી મેમ્‍બર જહેમત ઉઠાવી રહેલ છે.

(3:49 pm IST)