Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ધારી નજીક વાડીએ ઝેરી જનાવર કરડી જતા પ વર્ષની હિનાનું મોત

બાળકીએ રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ, તા. ૧ :  અમરેલીના ધારી નજીક વાડી રમતા રમતા ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ અમરેલીના ધારીના ગોવિંદપરામાં રહેતા કમલેશભાઇ ભેદીની પરિવાર સાથે ગામ નજીક વિઠ્ઠલબાપાની વાડીએ ગઇકાલે કામ કરતા હતા અને તેની પ વર્ષની પુત્રી હિના રમતી હતી ત્‍યારે તેને કોઇ ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે સિવિલ હોસ્‍પિટલ પોલીસ ચોકીના ઇન્‍ચાર્જ પ્રાથમિક કાગળો કરી ધારી મોકલવા તજવીજ હાથ ધરી છે.

(3:47 pm IST)