Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

મવડીના સ્‍પોર્ટસ કોમ્‍પલેકસનું ભૂમિપૂજન નરેન્‍દ્રભાઇના હસ્‍તે કરવા તૈયારીઓ

ગત અઠવાડિયે મળેલ સ્‍ટેન્‍ડીંગ બેઠકમાં રૂા. ૨૨.૩૩ કરોડના ખર્ચે બનાવવા નિર્ણય કરાયો : ૩ બ્રિજ, લાઇટ હાઉસ તથા સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ સહિતના વિવિધ પ્રોજેકટોનું લીસ્‍ટ બનાવતુ મનપા તંત્ર

રાજકોટ તા. ૧ : શહેરના વોર્ડ નં. ૧૨માં મવડી વિસ્‍તારમાં રૂા. ૨૨.૨૩ કરોડના ખર્ચે સ્‍પોર્ટસ સંકુલ બનાવવા નિર્ણય ગત સપ્‍તાહે મળેલ સ્‍ટેન્‍ડીંગ કમિટિ મીટીંગમાં કરવામાં આવ્‍યો હતો ત્‍યારે તા. ૧૯ ઓકટોબરના રોજ નરેન્‍દ્રભાઇ મોદીના રાજકોટનો કાર્યક્રમ નક્કી થતા આ સંકુલના કામનું ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્‍તે કરવા મનપા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, મ.ન.પા.દ્વારા શહેરના મવડી વોર્ડ નં. ૧રના મવડી વિસ્‍તારમાં પુનિત ૮૦ ફુટ રોડ મવડીની પાળ રોડ પરના વગળ ચોકડી વચ્‍ચે ૧૨ હજાર ચો.મી.ની વિશાળ જગ્‍યામાં અંદાજીત ૨૨.૩૩ કરોડનાં ખર્ચે સ્‍પોર્ટસ સંકુલ બનશે.
આ સ્‍પોર્ટસ સંકુલમાં બાસ્‍કેટ બોલ, વોલીબોલ, ટેનીસ, બેડમિન્‍ટન, જીમ, સહીતની સુવિધાવાળુ સ્‍પોર્ટસ સંકુલ મવડી ત્‍થા આસપાસના વિસ્‍તારોના રહેવાસીઓના લાભાર્થે નિર્માણ કરવાનું આયોજન છે.
આ આયોજન મુજબ મવડી વિસ્‍તારમાં આવેલ ૧૨,૦૦૦ ચો.મી.ના પ્‍લોટમાં જગ્‍યામાંᅠ વિશાળ સ્‍પોર્ટસ સંકુલ બનશે જેમાં બાસ્‍કેટ બોલ મેદાન ઉપરાંત ર-ટેનીસ કોર્ટ, ૧-વોલીબોલ મેદાન તથા સ્‍કેટીંગ રીંગ વગેરે બહારની સાઇડમાં બનશે.
જયારે ઇન્‍ડોર સ્‍ટેડિયમમાં ૬- બેડમિન્‍ટન કોર્ટ બનશે ઉપરાંત સ્‍કવોશના બે કોર્ટ, જીમ, ચેસ, કેરમ, ૬-ટેબલ ટેનીસ તથા યોગ સહિતની સુવિધા પણ ઉપલબ્‍ધ બનાવાશે. આ સ્‍પોર્ટસ સંકુલમાં ૮ પાર્કિંગᅠ બનશે. પ૦ થી ૬૦ કાર સામાય તે માટે કાર પાર્કિંગ પણ બનાવશે. આ ઉપરાંત લેન્‍ડ સ્‍કેપીંગ ગાર્ડન સાથેનું આ સ્‍પોર્ટ સંકુલ રેસકોર્ષથી ૨ાા ગણુ વધુ મોટુ એટલે ૧૮૦૦ ચો.મી.નો પ્‍લે એરિયા રહેશે. જેમાં ૧૨૦૦ પ્રેક્ષકોની બેઠક વ્‍યવસ્‍થા રહેશે.

 

(3:43 pm IST)