Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

રાજકોટ યાર્ડમાં નવા સોયાબીનની આવકો શરૂ : ગત વર્ષ કરતા પ૦ રૂા. ભાવ વધારે

સૌરાષ્‍ટ્રમાં મગફળી-કપાસ બાદ સોયાબીનનું સૌથી વધારે વાવેતર થયું છે : સિમલાના નવા વટાણાની આવકો શરૂઃ કિલોના ભાવ ર૦૦ થી ર૭પ

રાજકોટ, તા., ૩૦: રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી-કપાસ, ચોમાસુ અડદ અને તલ બાદ આજે નવા સોયાબીનની આવકો શરૂ થઇ છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે સોયાબીનના પ૦ રૂપીયા ભાવ ખેડુતોને વધારે મળ્‍યા છે.

રાજકોટ યાર્ડમાં આજે નવા સોયાબીનના ૧૦૦ દાગીનાની આવકો હતી અને ભાવ ૧ મણના ૯૫૦થી ૯પ૭ રૂપીયાના ભાવે સોદા પડયા હતા. યાર્ડમાં નવા અને જુના સોયાબીનની કુલ ૩૬૦ કવીન્‍ટલની આવક હતી. સોયાબીન એક મણના ભાવ ૮૮પ થી  ૯૮૯ના ભાવે સોદા પડયા હતા. નવા સોયાબીનના ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ૫૦ રૂપીયા ભાવ વધારે હોવાનું વેપારી સુત્રોએ જણાવ્‍યું હતું. જો કે નવા સોયાબીનના આવકો વધતા ભાવો ઘટે તેવી શકયતા છે. ચાલુ વર્ષે સૌરાષ્‍ટ્રમાં મગફળી અને કપાસ બાદ સોયાબીનનું સૌથી વધારે વાવેતર થયું હતું. ગત વર્ષે સોયાબીનના ટેકાના ભાવ કેન્‍દ્ર સરકારે ૩૭૦૦ રૂા. જાહેર કર્યા હતા. ચાલુ વર્ષે કેન્‍દ્ર સરકારે ટેકાના ભાવ ૪૩૦૦ રૂા. જાહેર કર્યા છે.  દરમિયાન આજે શાકભાજી યાર્ડ વિભાગમાં સિમલાના નવા વટાણાની ૪ કવીન્‍ટલની આવક થઇ હતી અને એક મણના ભાવ ૪૦૦૦ થી પપ૦૦ રૂપીયાના ભાવે સોદા પડયા હતા. હોલસેલમાં વટાણા ૧ કિલો ૨૦૦ થી ૨૭૫ રૂપીયાના ભાવે વેચાયા હતા. છુટકબજારમાં આ વટાણા ૩૦૦ થી ૩૨૫ રૂપીયાના ભાવે વેચાય છે.

(1:57 pm IST)