Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

મગફળી ખરીદી માટે બપોર સુધીમાં ૩૦૦૦ ખેડૂતોની નોંધણીઃ પધ્ધતીમાં ફેરફારથી વિલંબ

કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા કામગીરીનાં બહિષ્કારથી નોંધણીમાં વિક્ષેપઃ પુરવઠા વિભાગે ઓપરેટરોને પોતાનાં વિભાગનું ચૂકવણુ કરી દીધું: કાલથી સવારે ૬ થી રાત્રે ૧૧ સુધી ઓનલાઇન નોંધણી

રાજકોટ તા.૧ : રાજય સરકાર દ્વારા આજથી મગફળી ખરીદી માટેખેડુતોની ઓન-લાઇન નામ નોંધણી શરૃ થઇ છે.

  પી.ઇ.-ગ્રામ કેન્દ્રોમાં કેટલાક જીલ્લાઓમાં કોમ્પ્યુટર ઓપરેટરોની હડતાલના કારણે કામગીરીમાં વિક્ષેપ થયો છે. છતા બપોર સુધીમાં રાજયમાંં ૩૦૦૦ થી વધુ ખેડુતોની નોંધણી થઇ છે.

આજે નોંધણીનો સમય સવારે ૮ થી રાત્રે ૧૧ સુધીનો છે તેમાં આવતી કાલથી ર કલાકનો વધારો કરીને સવારે ૬ થી રાત્રે ૧૧ સુધીનો કરવામાં આવ્યો છ.ે

રાજય સરકારના સૂત્રોએ જણાવેલ કે ખાનગી કોમ્પ્યુટર ઓપરેટરોએ પોતાના કમિશનના બદલે પગાર આપવા તેમજ વિમાનું રક્ષણ આપવા સહીતની માંગણીઓ સાથે મગફળી માટેખેડુતોની નામ નોંધણીની કામગીરીનો બહીષ્કાર કર્યો છે. અમુક જગ્યાએ કામગીરી ચાલુ છ.ે

કોમ્પ્યુટર ઓપરેટરોની માંગણીની બાબત નીતી વિષયક હોવાથી પુરવઠા વિભાગના કાર્યક્ષેત્રમાં નહી પરંતુ સરકારની સતામાં આવે છ.ે

પુરવઠા નિગમે અગાઉની મગફળીને લગતી કામગીરી માટેનું ચુકવણું કરી દીધું હવે કોમ્પ્યુટર ઓપરેટરોને કોઇ રકમ લેવાની લેણી હોય તો તે અન્ય વિભાગ પાસેથી હોઇ શકે.

સુત્રોએ ઉમેરેલ કે મગફળી ખરીદી શરૃ થાય તે વખતે ખેડુતોને મગફળીના મળવા પાત્ર નાણા સત્વરે મળે તે માટે   આજથી નામ નોંધણીની સાથે જરૃરી દસ્તાવેજી કાગળો આજથીજ કોમ્પ્યુટરમાં ચડાવવામાં આવે છ.ે

કેન્સલ કરેલ ચેક સહીતનુ ડોકયુમેન્ટ ખેડુતે ઓનલાઇન રજીસ્ટ્રેશન વખતે આપવાના થતા હતા તેમાં ફેરફાર કરીને હવ ેપાંચ ડોકયુમેન્ટ જ રખાયા છે. ડોકયુમેન્ટને જે -તે ખેડુતની ઓનલાઇન નોંધ સાથે જોડવાની પ્રક્રીયા આ વર્ષ સાથેજ થતી હોવાથી નોંધણીની પ્રક્રીયામાં વિલંબ થાય છે. જેનું સારૃ પરિણામ ખેડુતોને મગફળી વેચતી વખતે જોવા મળશે.

આજે પહેલો દિવસ હોવાથી સીસ્ટમ ગોઠવાઇ રહી છે ટુંક સમયમાં જ નોંધણી પ્રકિયા ઝડપી બનશે તેવો વિશ્વાસ નિગમના વર્તુળોએ વ્યકત કર્યો છ.ે

(4:23 pm IST)