Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

શહેરમાં સતત બીજા દિ'એ પાણી કાપ : આજે ઢેબર રોડ વિસ્તારના ત્રણ વોર્ડમાં વિતરણ બંધ

ભાદર ડેમ પાઇપ લાઇનમાં ફલોમીટર લીકેજનું રીપેરીંગ કરવા માટે બે દિવસ પાણી કાપ આપવો પડયો હોવાનું સત્તાવાર કારણ

રાજકોટ, તા., ૧ શહેરમાં એક તરફ કોરોના કહેર વર્તાવી રહયો છે ત્યારે બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણીના ધાંધીયા સર્જાતા હોય લોકોમાં આ બાબતે જબરો રોષ જોવા મળી રહયો છે. ત્યારે આજે સતત બીજા દિવસે ૩ વોર્ડમાં વોર્ડમાં પાણીકાપ અપાયો હતો.

આ અંગે વોટર વર્કસ વિભાગની સતાવાર યાદીમાં જણાવાયંુ છે કે રાજકોટ મહાનગર પાલીકાના ભાદર પાણી પુરવઠા યોજના અંતર્ગત ભાદર ડેમ પાસે લીલાખા ગામ નજીક ૯૦૦ એમએમપી લાઇન તેમજ ભાદર ડેમની આઉટ ગોઇગ લાઇન પર મુકવામાં આવેલ ફલોમીટર લીકેજ હોવાથી રીપેરીંગની કામગીરી માટે ગઇકાલે તા.૩૦ ને બુધવારના રોજ સેન્ટ્રલ ઝોન અંતર્ગત ગુરૂકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં ગોંડલ રોડના (વોર્ડ નં. ૭ પાર્ટ, ૧૩ પાર્ટ)માં પાણી વિતરણ બંધ રખાયેલ. તેમજ આજે તા.૧ ઓકટોબરને ગુરૂવારના રોજ ઢેબર રોડ (વોર્ડ નં.૭ પાર્ટ, ૧૪ પાર્ટ, ૧૭ પાર્ટ)માં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું.આમ આ પ્રકારે રીપેરીંગ માટે એકી સાથે પાંચ જેટલા વોર્ડમાં ગઇ કાલથી સતત બે દિવસ માટે ઓચિંતો પાણીકાપ જાહેર કરાતા ઉકત પાંચ વોર્ડના લાખો શહેરીજનોને પાણીની ભારે મુશ્કેલી સર્જાઇ હતી.

(3:21 pm IST)