Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

BSNL કર્મચારીઓની દેશવ્યાપી ભૂખ હડતાલ કાળો દિવસ મનાવતા કર્મચારીઓ : રાજકોટમાં દેખાવો

રાજકોટ રૈયા રોડ એકસચેન્જ ખાતે કર્મચારીઓએ દેખાવો કર્યા હતા.

રાજકોટ તા. ૧ : આજે રાજકોટ સહિત દેશભરમાં બીએસએનએલના હજારો કર્મચારીઓએ દેશવ્યાપી ભૂખ હડતાલ શરૂ કરી છે, ૪-જી સેવા, પે-રીવીઝન, પેન્શન, નિયમીત પગાર સહિતના મુદ્દાઓ અંગે કેન્દ્ર સરકાર અને બીએસએનએલ મેનેજમેન્ટે કોઇ નિર્ણય નહી લેતા આજે બીએસએનએલના ૨૦માં જન્મદિવસ - સ્થાપના દિવસે જ ભૂખ હડતાલનું એલાન અપાયું હતું. કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી કાળો દિવસ મનાવ્યો હતો.

રાજકોટમાં રૈયા રોડ ટેલીફોન એકસચેન્જ ખાતે કર્મચારીઓએ ભૂખ હડતાલ કરી દેખાવો યોજયા હતા, સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ દોહરાવી હતી, રાજકોટ શહેર - સર્કલમાં માંડ ૭૦ થી ૮૦નો સ્ટાફ હાલ રહ્યો છે.

(3:15 pm IST)