Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રાજકોટ શહેર - જિલ્લામાં એક ડઝન ગેરકાયદે બાયોડીઝલ એકમો ઉપર DSOની ધોંસ : ૪ કચેરીની ટીમોની તપાસ

ગોંડલમાં ગતસાંજે બે સ્થળે મામલતદાર ત્રાટકયા : રીપોર્ટ બપોર બાદ આવશે

રાજકોટ તા. ૧ : રાજકોટ શહેર - જિલ્લામાં આજે બપોરે ૧૧ વાગ્યા બાદ એક ડઝન જેટલા ગેરકાયદેસર બાયોડીઝલ ફયુઅલનું વેચાણ કરતા એકમો ઉપર ડીએસઓશ્રી પૂજા બાવડાએ ધોંસ શરૂ કરાવ્યાનું જાણવા મળ્યું હતું.  આ અંગે 'અકિલા' સાથેની વાતચીતમાં ડીએસઓએ જણાવ્યું હતું કે, પુરવઠા નિગમના પરિપત્ર અને કલેકટરની સૂચના બાદ મામલતદાર, પુરવઠાના ઇન્સ્પેકટરો, વેટ કચેરીની ટીમો, પોલીસ તંત્ર, ઓઇલ કંપનીના અધિકારીઓને સાથે રાખી અમે તપાસ કરાવી રહ્યા છીએ, નામો હવે જાહેર કરાશે. તેમણે જણાવેલ કે ગોંડલમાં ગતસાંજે બે બાયો ડીઝલ એકમો ઉપર મામલતદારની ટીમો ત્રાટકી હતી, આ અંગેનો રિપોર્ટ બપોર બાદ આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

(11:47 am IST)