Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

શનિવારથી ખાડાઓમાંથી મુકિતઃ ર૪ કરોડના રસ્તા કામનો થશે પ્રારંભ

શહેરનાં દરેક ઝોન દીઠ ૪ થી પ વિસ્તારોમાં ૮ કરોડનાં ખર્ચે રસ્તાઓ નવા નકોર બનાવાશેઃ પ્રત્યેક વોર્ડમાં પ થી ૧પ લાખના ખર્ચે રસ્તાઓના ગાબડાઓમાં પેચવર્કઃ ઉદીત અગ્રવાલ

 

રાજકોટ, તા., ૩૦: ચોમાસુ હવે પુર્ણ થઇ રહયું છે ત્યારે શહેરમાં જર્જરીત રસ્તાઓથી ત્રાહીમામ પોકારી ઉઠેલા શહેરીજનો માટે રાહતનાં સમાચાર મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે જાહેર કર્યા છે. તેઓના જણાવ્યા મુજબ શનિવારથી શહેરમાં  ડામર-પેવરનાં રસ્તા કામનો કુલ ર૪ કરોડનો એકશન પ્લાન અમલી બનશે.

આ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ ચોમાસાને કારણે શહેરમાં અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે. અનેક વિસ્તારોનાં રસ્તાઓમાં મોટા ખાડા-ખબચડા પડી ગયા છે. પરંતુ ચોમાસામાં ડામર-પેવરનાં પ્લાન્ટ બંધ રહેતો હોઇ રસ્તાઓનુરીપેરીંગ થઇ શકતુ નથી.

દરમિયાન હવે ચોમાસુ પુર્ણ થતાં ડામર-પેવરનાં પ્લાન્ટ શરૂ થઇ રહયા છે. ત્યારે આગામી તા.૩ ને શનિવારથી શહેરના ત્રણેય ઝોનમાં ડામર-પેવરનાં એકશનનાં પ્લાન હેઠળનાં રસ્તાઓને ડામર-પેવરથી મઢવાનું તથા રસ્તામાં પડેલા ગાબડાઓનું પેચવર્ક કામ શરૂ કરી દેવાશે.

પ્રાપ્ત માહીતી મુજબ દરેક ઝોનમાં ૮ કરોડનાં ખર્ચે પ થી ૬ વિસ્તારોમાં નવા ડામર-પેવર કામનો પ્રારંભ થશે.

સાથોસાથ દરેક વોર્ડમાં પ થી ૧પ લાખ સુધીનાં પેચવર્કના઼ કામો પણ શરૂ થઇ જશે.

આમ હવે શહેરીજનોને ખાડા-ખબચડાવાળા રસ્તાઓમાંથી વહેલી તકે મુકિત મળી જશે. દિવાળી સુધીમાં શહેરનાં મોટા ભાગનાં રસ્તાઓમાં ડામર-પેવર કામ  પુર્ણ  કરી દેવા માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરાશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

(2:41 pm IST)