Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રાજકોટમાં સવાર થી સાંજ સુધીમાં 37 મી.મી થી 45 મી.મી સુધીનો વરસાદ પડયો: ભાદર ડેમમાં 0.25 ફુટ નવા પાણીની આવક: ડેમની હાલની સપાટી 20.25 ફુટે પહોંચી

રાજકોટ: શહેરમાં આજે સવારે થી સાંજ સુધીમાં  સેન્ટ્રલ ઝોન-45 મીમી , વેસ્ટ ઝોનમાં 37 તથા ઈસ્ટ ઝોનમાં 42 મીમી વરસાદ  ફાયર બ્રિગેડના કન્ટ્રોલ રૂમમાં નોંધાયો છે.

ભાદર ડેમમાં આજે 0.25 નવા પાણીની આવક થતા ડેમની હાલની સપાટી 20.25 ફુટે પહોંચી છે. ડેમનો જળ જથ્થો 1970 એમ.સી.એફ.ટી સંગ્રહીત થયો છે. ડેમ 34 ફુટે ઓવર ફલો થાય છે.

(10:35 pm IST)