Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ઢેબર કોલોનીમાં અરવિંદ જાદવના ઘરમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ જૂગાર રમતાં ૬ને ૩૪૬૦૦ની રોકડ સાથે પકડ્યા

રાજકોટઃ ઢેબર કોલોની ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતાં અરવિંદ જાદવભાઇ ચુડાસમા તેના ઘરમાં જૂગાર રમાડતો હોવાની બાતમી ડીસીબીના ક્રિપાલસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી અને દેવાભાઇ ધરજીયા તથા નિતેષભાઇ બારૈયાને મળતાં દરોડો પાડી અરવિંદ તથા સંજય માવજીભાઇ ચુડાસમા, મનજી ઉર્ફ મનોજ રમજુભાઇ સલાટ, દિલીપ શિવાભાઇ સલાટ, ધનો ઉર્ફ ધના માવજીભાઇ ચુડાસમા અને મેહુલ દિનેશભાઇ પરમારને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૩૪૬૦૦ની રોકડ કબ્જે લીધી હતી. પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા, સુભાષભાઇ ઘોઘારી, ક્રિપાલસિંહ, અંશુમનભા, વિક્રમભાઇ, જીજ્ઞેશભાઇ, પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ ધરજીયા, નિતેશભાઇ બારૈયા સહિતે આ દરોડો પાડ્યો હતો.

(11:04 am IST)