Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રાજકોટની સોની બજારના વેપારી રાજેશભાઇ પરમારનું ૨૬ લાખનું ૫૪૫ ગ્રામ સોનુ લઇ બે બંગાળી શેખ હસીબુલ અને સમીમ હુશેન ભાગી ગયાના બનાવમાં ગુનો નોંધાયો

રાજકોટઃ સોની બજારના વેપારીઓ પાસેથી દાગીના બનાવવા સોનુ મેળવ્યા બાદ સોનુ લઇ બંગાળી કારીગરો ભાગી ગયાના બનાવો અગાઉ અનેક વખત બની ચુક્યા છે. વધુ એક બનાવમાં સોની બજાર ભંભાણી શેરી સુવર્ણદિપ કોમ્પલેક્ષમાં પહેલા માળે રૂપાલી ગોલ્ડ આર્ટ નામે દૂકાન ધરાવતાં અને સોનાના દાગીના ઘડવાનું કામ કરતાં વેપારી રાજેશભાઇ ભગવાનજીભાઇ પરમાર (રહે. બહુચર કૃપા, તિર્થ રેસિડેન્સી બ્લોક નં. ૫૧, જુનો મોરબી રોડ) સાથે બે બંગાળી કારીગરો ઠગાઇ કરી ગયા છે.

આ મામલે એ-ડિવીઝન પોલીસે રાજેશભાઇની ફરિયાદ પરથી શેખ હસીબુલ રહેમાન (રહે. મોગાર હુગલી અલી ખોજા બંગાળ) તથા સમીમ હુશેન બબલુ શેખ (મોનાર્ક કોમ્પલેક્ષ ભુપેન્દ્ર રોડ રાજેશ્રી સિનેમા સામે) તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦ (બી) મુજબ ગુનો નોધ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે બંને આરોપીઓ રફરિયાદી રાજેશભાઇ પાસેથી ૧૬/૬/૨૧ના રોજ ૫૪૫.૮૮૦ ગ્રામ સોનાનો ઢાળીયો જેની અંદાજીત કિંમત ૨૬ લાખ થાય છે તે રોલ પ્રેસમાં આપવા માટે લઇ ગયા હતાં. આ ઢાળીયો બંને શખ્સ લઇને પુર્વઆયોજીત કાવત્રાના ભાગ રૂપે ભાગી ગયા છે. આ અંગે જે તે વખતે એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરવામાં આવી હતી. એ પછી કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. પીએસઆઇ એસ. એચ. નિમાવતે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

(11:02 am IST)