Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ચોમાસુ ફરી જામ્યું : રાજકોટમાં અઢી કલાક વરસાદ વરસ્યો : એકાદ ઇંચ પાણી પડી ગયું : રાજકોટ થી અમદાવાદ સુધી સવારે ધોધમાર વરસાદ વરસ્યો : સૌરાષ્ટ્રમાં ચારેકોરથી વરસાદના વાવડ

રાજકોટમાં સવારે સાત વાગ્યાથી વરસાદ શરૂ થયો છે જે  સવારે ૯.૩૦ સુધી ચાલુ રહેલ. એક ઇંચ આસપાસ પાણી પડી ગયાનો અંદાજ છે. વચ્ચે પંદર-વીસ મિનિટ જોરદાર ભારે વરસાદ પણ વરસી ગયો હતો. લોકો ખુશખુશાલ છે. લીંબડીથી અમદાવાદ વચ્ચે પણ દોઢ થી બે ઇંચ વરસાદ સવારે પડી ગયો છે. રાજકોટ થી લીમડી વચ્ચે જોરદાર વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચારેકોરથી વરસાદના અહેવાલો મળે છે.

(10:17 am IST)