Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

૫૦ ફુટ મેઇન રોડ પરસાણા સોસાયટી સુતા હનુમાન મેઇન રોડ પાસે અતુલ બગડાઈના ઘરમાં જુગારનો દરોડો: બે પુરૂષ અને પાંચ મહિલાને જુગાર રમતા પકડી રૂ. ૭૭.૪૫૦ અને દારૂની બોટલ કબ્જે કર્યા

ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી.જે.જાડેજા અને ટીમનો દરોડો

રાજકોટઃ કોઠારીયા રોડ સુતા હનુમાન મેઈન રોડ પર રહેતા અતુલ નટવરલાલ બગડાઇ પોતાના ઘરમાં જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા તથા હેડ.કોન્સ. ભરતસિંહ પરમારને મળતા દરોડો પાડી કુલ સાતને પકડી રોકડ, મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂ.૪૪૫૦૦- મળી કુલ રૂપીયા ૧.૨૧.૯૫૦ તથા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ કિ.રૂ.૮૦૦ના મુદામાલ સાથે પકડી લીધા હતાં.

પોલીસે અતુલ નટવરલાલ બગડાઇ ઉ.વ.૪૫ રહે.૫૦ ફુટ મેઇન રોડ પરસાણા સોસાયટી સુતા હનુમાન વાળો મેઇન રોડ કોઠારીયા રોડ સોરઠીયા વાડી સર્કલ પાસે (મકાન માલીક), (ર) વિપુલ નવનીતભાઇ મારૂ ઉ.વ.૩૨ રહેનારાયણનગર- ૧૦ ત્રીશુલ ચોકની આગળ સહકાર મેઇન રોડ, (૩) ભુમીબેન જીમીતભાઇ ઘોરેચા ઉ.વ.૩૫ રહે.રૈયા ચોકડી ગુંજન બસેરા રૈયા પેટ્રોલપંપની સામે, (૪) સુમીતાબા પૃથ્વીરાજસિંહ જાડેજા ઉ.વ.૩૧  રહે.ન્યુ નાગરીક બેંક વાળી શેરી નંબર-૧૫ ૧૫૦ ફુટ રીંગ રોડ, (૫) રમાબેન ભરતભાઇ ભારાઇ ઉ.વ.૪૨  રહે.યુનીવર્સીટી રોડ રામજી મંદિરની સામે કવાટર નં.૩ બ્લોક નં.૩૦ તથા (૬) લક્ષ્મીબેન સંદિપભાઇ સોલંકી  ઉ.વ.ર૧ રહે. ટીટોડીયા કવાર્ટર મુંજકા, મૂળ રહે.રાણેસર ગામ બગોદરા પાસે અમદાવાદ તેમજ 

(૭) અમીબેન અતુલભાઇ બગડાઇ  ઉ.વ.૪૪ ધંધો.ઘરકામ રહે.૫૦ ફુટ મેઇન રોડ પરસાણા સોસાયટીને પકડ્યા હતાં.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ ,જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સુચના મુજબ પો.ઇન્સ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ વી.જે. જાડેજા તથા એ.એસ.આઇ. જયેશભાઇ પી.નિમાવત તથા ચેતનસિંહ વી.ચુડાસમાં તથા હિતેન્દ્રસિંહ પી.ઝાલા તથા પો.હેડ.કોન્સ ભરતસિંહ બી.પરમાર તથા પો.કોન્સ, મહેશભાઇ બી.ચાવડા તથા શકિતસિંહ વી.ગોહીલ તથા સ્નેહભાઇ જી.ભાદરકા તથા કુલદિપસિંહ બી.જાડેજા તથા મહીલા પો.કોન્સ. નેહલબેન મકવાણા સહિતે આ કામગીરી કરી હતી.

જુગારની રેઇડ દરમ્યાન મકાન માલીકના "પ્રગતિ રી-ગ્રાઇન્ડીંગ વકર્સ" નામના કારખાનામાથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ મળી આવતા અલગથી  પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરાવેલ છે.

(10:13 am IST)