Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રમતો રમતો જંગલેશ્વરથી ગૂમ થયેલો 5 વર્ષનો ગોલું રૈયા રોડ કનૈયા ચોકમાંથી મળ્યો: ગાંધીગ્રામ પોલીસે માતા પિતા સાથે બાળકનું મિલન કરાવ્યુ

રાજકોટઃ જંગલેશ્વરમાંથી ગુમ થયેલો એક બાળક રૈયા રોડ કનૈયા ચોક પાસેથી મળી આવતાં ગાંધીગ્રામ પોલીસની ટીમે આ બાળકના માતા-પિતાને શોધી બાળકને સોપી લાગણીના દ્રશ્યો સર્જાયા હતાં.

પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ  તથા સંયુકત પો.કમિશ્નરશ્રી એહમદ ખુરશીદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશ્નર પશ્ચીમ વિભાગ પી.કે.દિયોરાએ સુચના આપેલી કે હાલમાં ચાલી રહેલ શ્રાવણ માસના તહેવારોને ધ્યાને લઇ પો.સ્ટે. વિસ્તારમાં સધન પેટ્રોલીંગ કરી તકેદારી રાખવી. તે અંતર્ગત રૈયા રોડ બ્રહમસમાજ ચોક ખાતેથી આશરે ૦૫ વર્ષનો એક ટેણીયો પોતાના માતા-પિતાથી અલગ થઇ ભુલો પડી ગયેલો મળી આવતા પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ આ બાળકના વાલીવારસને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવી કામે લગાડાઈ હતી.

આખા દિવસની મહેનતના અંતે પીએસઆઇ જે. જી.રાણા તથા તેમની ટીમના સ્ટાફને આ બાળકના માતા પિતાને શોધવામાં સફળતા મળી હતી. તેઓ જંગ્લેશ્વર ખાતેથી મળી આવતા બાળકને માતા પિતાને સોંપાયું હતું. બાળકનું નામ ગોલુ હોવાનું અને મંગળવારે બપોરના સમયે રમવા માટે નીકળ્યા બાદ ગુમ થયેલ હતો. 

બાળકના પિતાનું નામ ભુરે લીયાકત ગુજજર ઉવ.૩૩ રહે જંગ્લેશ્વર એકતા કોલોની ૫૦ ફુટ રોડ રાજકોટ મુળ મહાદેવા ગામ મલ્લેપુર થાના ઉતર પ્રદેશ હોવાનું ખુલ્યું હતું.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા, પો.સબ.ઇન્સ. જે.જી.રાણા, પી.એમ અક્વાલીયા, પો.હેડ.કોન્સ.ખોડુભા જાડેજા, કોન્સ.વનરાજભાઇ લાવડીયા, ભરતભાઇ ચૌહાણ, દિવ્યરાજસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહીલ, મહેશભાઇ કછોટ, ગોપાલભાઇ બોળીયા તથા દિનેશભાઇ વહાણીયાએ કરી હતી.

(10:12 am IST)