Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

લોકો પાસે ધંધાના નામે ચીટીંગથી પૈસા મેળવી પરત નહીં આપી ધાક ધમકી આપનાર ખોડા રામાણીને પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કરતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ

રાજકોટ : શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-ર મનોહરસિંહ જાડેજાએ રાજકોટ શહેરમાં લોકો પાસે ધંધાના નામે ચીટીંગથી પૈસા મેળવી પરત નહીં આપી ધાક ધમકી આપનાર ઇસમો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે તેઓ સાહેબની સુચના તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી ક્રાઇમ ડી.વી.બસીયાના માર્ગદર્શન હેઠળ ખોડા નાગજીભાઇ રામાણીની ગુન્હાહીત પ્રવૃતિ અટકાવવા માટે તેના ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા જરૂરી હોય જેથી ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. વી.કે.ગઢવીએ ખોડા રામાણીની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જે અન્વયે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ દ્વારા મજકુર ઇસમની ગુન્હાહીત પ્રવૃતિ તથા ગુન્હા ધ્યાને લઇ પાસા અધિનીયમ હેઠળ અટકાયત કરવા હુકમ કરતા તેને પાસા હેઠળ અટકાયતમાં લઇ પાસા વોરંટની બજવણી કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

પાસા અટકાયતીનુ નામ: ખોડા નાગજીભાઇ રામાણી ઉ.વ.૨૯ રહે.પેરામાઉન્ટ સોસાયટી યુનીવર્સીટી રોડ રાજકોટ હાલ ગામ-લતીપર તાલુકો-ધ્રોલ જિલ્લો-જામનગર 

આ કામગીરી ડી.સી.બી. પો.સ્ટે. પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી, પી.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર આર.વાય.રાવલ, ડી.સી.બી. પો. સ્ટે. પો. હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, પી.સી.બી. શાખાના પો. હેડ કોન્સ. રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સીસોદીયાએ કરી હતી.

(10:43 am IST)