Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

જનરલ સ્ટોર, દુધની ડેરી, પાનની દુકાન પાસે સોશિયલ ડીસ્ટન્સનો અભાવ : ૩૩ લોકો દંડાયા

ટુ-વ્હીલરમાં માસ્ક પહેર્યા વગર ત્રીપલ સવારી નીકળેલા અને રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડી નીકળેલા ચાલકો પણ ઝપટે ચડયા

રાજકોટ, તા. ૩૧ : કોરોના મહામારીના લીધે સંક્રમણના કારણે વધી રહેલા કેસોથી શહેરમાં હજુ પણ કેટલાય લોક જાગૃત થવા તૈયાર નથી જેથી પોલીસ પણ રાત્રે કર્ફયુની કડક અમલવારી શરૂ કરી છે. જેમાં અલગ અલગ વિસ્તારમાં દુધની ડેરી, પાનની દુકાન, જનરલ સ્ટોર, અને ચા ની લારી પાસે ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર વેપારીઓ સહિત ૩૩ લોકો સામે પોલીસે કાર્યવાહી કરી છે.

એ-ડીવીઝન પોલીસે લોધાવાડ ચોક પાસેથી નીલેશ વાલજીભાઇ ધાનક, કેનાલ રોડ પરથી કલ્પેશ મુકેશભાઇ રાણપરા, ત્રિકોણબાગ પાસેથી જસવંત મુળજીભાઇ માવાણી તથા બી-ડીવીઝન પોલીસે સંતકબીર રોડના નાલા પાસેથી બાઇક પર ત્રિપલ સવારી નીકળેલા તુષાર અતુલભાઇ સાવલાણી, વિજય રણછોડભાઇ કોડીાય, અજય રામજીભાઇ કુમારખાણીયા તથા થોરાળા પોલીસે પોલીસ સ્ટેશન સામેથી અશોક ખીમજીભાઇ કટેશીયા, ચુનારાવાડ ચોકમાંથી સંજય રણછોડભાઇ ગોવાણી, અજય મુકેશભાઇ વનમાળી કૈલાશ જીતુભાઇ મંજુસા તથા ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ પરથી અઝરૂદ્દીનભાઇ અબ્દુલભાઇ નિયાતર, કોઠારીયા રોડ પરથી જગદીશ વાલજીભાઇ કુંભારવાડીયા, આનંદનગર મેઇન રોડ, પરથી સમીર પ્રવિણભાઇ મેઘનાથી, દીલીપ દેવસીભાઇ સાપરીયા, જેન્તી નારણભાઇ ડોબરીયા, તથા કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપર પાસે ભલા લાખાભાઇ ટોયટા, ભરત રામજીભાઇ ગોલતર, તથા આજી ડેમ ચોકડી પાસેથી એકટીવામાં ત્રિપલ સવારી નીકળેલા અલ્પેશ હમીરભાઇ વાજા, કોઠારીયા રોડ,  આજી ડેમ પોલીસ સ્ટેશનની સામેથી રીક્ષા ચાલક રજાક વહાબભાઇ શેખ, તથા માલવીયાનગર પોલીસે કૃષ્ણનગર મેઇન રોડ પર કનૈયા પાન નામની દુકાન બહાર ગ્રાહકોને એકઠા  કરનાર આનંદ શીવાભાઇ મકવાણા, ૧પ૦ ફુટ રીંગ રોડ પુનીતનગરમાંથી નીખીલેશ જગદીશભાઇ રાઠોડ કાલાવડ રોડ, કોટેચા ચોક પાસેથી પાર્થ હીતેષભાઇ બગડા, કે. કે. વી. હોલ ચોક પાસેથી કરણ લાલજીભાઇ શ્યારા, તથા પ્ર.નગર પોલીસે જામનગર રોડ સાંઢીયા પુલ પાસેથી રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડી નીકળેલા ચાલક વિજય બાબુભાઇ હળવદીયા, જંકશન મેઇન રોડ પરથી રીક્ષા ચાલક વિનુ વાલાભાઇ સરવૈયા, યાજ્ઞિક રોડ પરથી દીપક નરોતમભાઇ સોઢા, રેલનગર મેઇન રોડ પર ગાયત્રી ડેરી ફાર્મ નામની દુકાન રાત્રે ખુલ્લી રાખનાર હિરા ખેંગારભાઇ સિંધવ, સદર બજાર ભીલવાસ પાસેથી પ્રાદિત્ય હરેશભાઇ જેબલીયા, તથા ગાંધીગ્રામ પોલીસે રૈયા ચોકડી પાસે શકિત પાન નામની દુકાન પાસે ગ્રાહકોની ભીડ એકઠી કરનાર વેપારી મયુર વિજયભાઇ સોમમાણેક, રૈયા રોડ અલ્કાપુરી શેરી નં. પ ના ખૂણે શ્રીરામ પ્રોવીઝન સ્ટોર નામની દુકાન રાત્રે ખુલ્લી રાખનાર રઘુ પબુભાઇ સમેચા, તથા તાલુકા પોલીસે જીવરાજ પાર્ક અંબીકા ટાઉનશીપમાં શ્રીનાથજી પ્રોવીઝન એન્ડ જનરલ સ્ટોર બહાર ગ્રાહકો એકઠા કરનાર વેપારી મીતુલ આણંદભાઇ રબારા તથા યુનિવર્સિટી પોલીસે રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગર મેઇન રોડ પર હરસિધ્ધિ પાન નામની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર વેપારી હરી વાલાભાઇ જાટીયા, સ્ટર્લીંગ હોસ્પિટલના ગેઇટ પાસે ચાની લારી રાત્રે ખુલ્લી રાખનાર લાલજી ઉર્ફે લાલો  ભવાનભાઇ ધોળકીયાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:24 pm IST)