Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જિલ્લા પંચાયતના તલાટીઓ, સરપંચો અને સભ્‍યોનું ૮મીએ સંમેલનઃ મંત્રી બ્રિજેશ મેરજાની હાજરી

નાણાપંચની ગ્રાન્‍ટ અને સરકારી યોજનાઓથી માહિતગાર કરાશે

રાજકોટ, તા., ૧: જિલ્લા પંચાયતના ઉપક્રમે તા. ૮ મીએ આખો દિવસ હેમુ ગઢવી હોલ ખાતે જિલ્લાના વિકાસ સાથે સંકળાયેલા  સરકારી અને ચુંટાયેલા પ્રતિનિધિઓનું સંમેલન યોજાનાર છે. જેમાં રાજયના  પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા મુખ્‍ય મહેમાન તરીકે હાજરી આપશે. આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રએ તૈયારી શરૂ કરી છે.

રાજકોટ જિલ્લામાં નાણાપંચના કામોની ફાળવણી, ઉપયોગ તેમજ સરકારની ગ્રામીણ વિકાસલક્ષી યોજનાઓથી સરપંચો, પંચાયતના તલાટીઓ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતમાં  ચુંટાયેલા પ્રતિનિધિઓને માહીતગાર કરવામાં આવશે. પંચાયત મંત્રી ઉપરાંત સંમેલનમાં ભાવ લેવા માટે ૧૦૦૦ થી વધુ લોકો અપેક્ષિત છે.  પંચાયત દ્વારા સરકારી યોજનાઓની સંકલિત માહીતીનું પુસ્‍તક તૈયાર કરવામાં આવ્‍યું છે. પંચાયતની નાણાકીય વર્ષની ડાયરી પણ તૈયાર થઇ રહી છે. બંનેનું આ સંમેલનમાં  લોકાર્પણ કરવાની તૈયારી થઇ રહી છે. જિલ્લામાં તાલીમ સ્‍વરૂપનો આ પ્રકારનો કાર્યક્રમ કદાચ પ્રથમ વખત થઇ રહયો છે. 

(4:24 pm IST)