Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

કોર્પોરેશન તથા સરકારી કચેરીઓ આપના આંગણેઃ કાલે વોર્ડ નં. ૪-૫-૬માં સેવાસેતુ કાર્યક્રમ

સેવાસેતુના કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરતા પુષ્‍કર પટેલ-અમિત અરોરા : મનપા દ્વારા શ્રી અટલ બિહારી વાજપેય ઓડીટોરીયમ ખાતે આયોજન

રાજકોટ,તા. ૧ : સ્‍ટે.કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરા એક યાદીમાં જણાવે છે કે, પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા હેતુથી રાજય સરકાર દ્વારા વિશેષ તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. ેના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા કાલે શનિવારના રોજ વોર્ડ નં.૪-૫-૬માં રહેતા શહેરીજનોના લાભાર્થે ૮-મા તબકકાના ‘સેવાસેતુ'નો કાર્યક્રમ સવારે ૯ કલાકે શ્રી અટલ બિહારી વાજપાઈ ઓડીટોરીયમ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમ ગુજરાત રાજયના વાહનવ્‍યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગનાં મંત્રી અરવિંદભાઈ રૈયાણી અધ્‍યક્ષ સ્‍થાને યોજાશે.
આ અવસરે સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના અધ્‍યક્ષ ઉદયભાઈ કાનગડ, ડેપ્‍યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્‍દ્રસિંહ ઠાકુર તેમજ શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા વગેરે ઉપસ્‍થિત રહેશે.
લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્‍થિત રહી પ્રશ્નોનો નિકાલ કરશે.આ તકે લોકો વધુને વધુ સેવાઓનો લાભ લે તેવી સ્‍ટેન્‍ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ અને મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ અનુરોધ કર્યો છે.

 

(4:10 pm IST)