Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

વેપારીનું મકાન પચાવી પાડવા અંગે લેન્‍ડ ગ્રેબિંગના ગુનામાં પકડાયેલ અને જેલહવાલે રહેલ નર્સની જામીન અરજી નામંજૂર

મકાન દાદીની સારવાર માટે મફત રહેવા આપેલ હોય નર્સે પચાવી પાડવાની ફરિયાદ થયેલ

રાજકોટ,તા. ૧ : વેપારીનું મકાન પચાવી પાડનાર નર્સ વિરૂધ્‍ધ લેન્‍ડ ગ્રેબિંગ હેઠળ દાખલ થયેલ ગુનામાં નર્સ દ્વારા કરવામાં આવેલ જામીન અરજીને અત્રેની સેસન્‍સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવેલ છે.આ કેસની હકિકત મુજબ શહેરમાં જાગનાથ પ્‍લોટમાં રહેતા ગારમેન્‍ટના વેપારી ફરીયાદી ધવલભાઇ મનસુખભાઇ વાઘેલાએ તા. ૧૧/૬/૨૨ના રોજ માલવીયા નગર પો.સ્‍ટે.માં આરોપી ઉમાબા રામસિંહ યાદવ વિરૂધ્‍ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ -૨૦૨૦ ની કલમ ૩ તથા કલમ ૫ મુજબની ફરિયાદ દાખલ કરેલ. અને જણાવેલ કે તેમના દાદીમાં રંભાબેન કે જે વર્ષ ૨૦૧૯માં બિમાર થતા તેમની સારવાર માટે ઉમાલા રામસિંહ યાદવને નર્સ તરીકે રાખવામાં આવ્‍યા હતા. આરોપી ઉમાલા પાસે રહેવા માટે મકાન ન હોવાથી ધવલભાઇના મતા પ્રફુલાબેનની પોતાની માલીકીનું ઇસ્‍દ્રપ્રસ્‍થ નગર-૩માં આવેલ મકાન ઉમાલાને સંબંધના દાવે મફતમાં રહેવા માટે આપેલ. બાદમાં વર્ષ ૨૦૨૦માં ધવલભાઇના દાદી રંભાબેનનું અવસાન થતા ધવલભાઇ કે જેઓ પ્રફુલાબેનના પાવર ઓટ એર્ટી હોલ્‍ડર છે તેઓએ આરોપી ઉમાબા જાદવને સદર મકાન ખાલી કરવાનું જણાવતા આરોપી ઉમાલાએ સદર મકાન પચાવી પાડવાના ઇરાદે ગેરકાયદેસર રીતે કબ્‍જો કરી રાખી અને ધવલભાઇ વિરૂધ્‍ધ ખોટા આક્ષેપો કરેલ.
બાદમાં મુળ ફરીયાદી ધવલભાઇ વાઘેલાએ માલવીયાનગર પો.સ્‍ટે.માં ફરીયાદ દાખલ કરતા આ કામના આરોપી ઉમાલા રામસિંહ યાદવની માલવીયા નગર પોલીસે તા. ૧૧/૬/૨૨ના રોજ ધરપકડ કરીને સ્‍પેશ્‍યલ કોર્ટમાં રજુ કરતા નામદાર સ્‍પે.કોર્ટે આરોપી ઉમાલા રામસિંહ યાદવને જેલ હવાલે કર્યા હતા.
બાદમાં આરોપી ઉમાબા રામસિંહ યાદવે તેમના એડવોકેટ મારફત રેગ્‍યુલર જામીન અરજી અત્રેની સેસન્‍સ કોર્ટમાં દાખલ કરતા સરકાર પક્ષે એસ.કે.વોરા અને મુળ ફરીયાદી ધવલભાઇના એડવોકટ બિનલબેન એચ.મહેતા તરફથી સદર જામીન અરજીના સખત વાંધાઓ લેવામાં આવેલ હતા. અને આ જામીન અરજી રદ કરવા જણાવેલ. આ કામના મુળ ફરીયાદી વતી રોકાયેલ એડવોકેટ બિલનબેન એચ.મહેતાએ. આરોપી ઉમાબા રામસિંહ યાદવ ખોટી રીતે ભાડૂત બની ગયેલ હોય જામીન અરજી રદ કરવા રજુઆત કરતાં કોર્ટે જામીન અરજી રદ કરેલ હતી. આ કામમાં મુળ ફરીયાદી વતી એડવોકેટ બિનલબેન એચ.મહેતા તથા સરકાર પક્ષે એસ.કે. વોરા રોકાયા હતા.

 

(4:08 pm IST)