Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મહાપાલિકાની તીજોરી છલકાઇઃ વેરાની ૧૭૭.૮૬ કરોડની આવક

આ વર્ષે ૨.૮૪ લાખ કરદાતાઓએ ૫ થી ૨૨ ટકા સુધી મિલકત વળતર યોજનાનો લાભ લીધોઃ ગત વર્ષે કરતા ૭૦.૫૭ કરોડ વધુ આવક

રાજકોટ તા.૧: મનપાની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખાને આ વર્ષે વળતર યોજના ફળી છે. કેમ કે ૨.૮૪ લાખ કરદાતાઓએ રૃા.૧૭૭.૮૬ કરોડ નો એડવાન્સ વેરો ભર્યો છે. જે ગત વર્ષ કરતા રૃા.૭૦.૫૭ કરોડ વધુની આવક થવા પામી છે. ગઇકાલે વળતર યોજના પુર્ણ થઇ છે.

આ અંગે મનપાનાં વેરા શાખાનાં સતાવાર શાખામાંથી મળતી માહિતી મુજબ સને ૨૦૨૨-૨૩ના વર્ષમાં તા. ૧ એપ્રિલથી તા.૩૦ જુન સુધીમાં ં ૨,૮૪,૬૫૨ કરદાતાઓએ કુલ રૃા.૧૭૭.૮૬ કરોડની રકમ ભરપાઈ કરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં એડવાન્સ પેમેન્ટ કરનાર કરદાતાઓએ આશરે કુલ ૧૭ કરોડનું વળતર મેળવેલ છે. ૧,૭૬,૭૦૦ કરદાતાઓએ ઓનલાઈન ટેકસ પેમેન્ટનો લાભ લીધો છે. તેઓએ કુલ રૃ. ૯૮.૧૩ કરોડની રકમ ભરપાઈ કરેલ છે.

જયારે ગત વર્ષે એટલે કે, સને ૨૦૨૧-૨૦૨૨નાં વર્ષમાં ૧ એપ્રિલથી ૩૦ જુન સુધીમાં ૨,૦૦,૨૦૮ કરદાતાઓએ  કુલ રૃા. ૧૦૭.૨૯ની આવક થવા પામી હતી.  આમ ગત વર્ષ કરતા આ વર્ષે ૮૪ હજાર કરદાતાઓ અને રૃા. ૭૦.૫૭ કરોડનો  વધારો થવા પામ્યો છે.

એડવાન્સ મિલકત વેરો ભરનાર કરદાતાઓને ૩૧ મે સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર ૧૦% વળતર આપવામાં આવશે.  ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ ૫% વળતર તથા ૧ જુન થી ૩૦ જુન સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર ૫% વળતર આપવામાં આવશે. ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ ૫% વળતર આપવામા આવ્યુ હતુ. ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ વિગતો ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ ૧% આપવામાં આવી હતી. ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ વિગતો ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાના દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ ૧ % આપવામાં આવશે. ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ ૪૦ % થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશકત) હોય અને તેમના જ નામે હોય તેવા રકેણાંક મિલકતોને વિશેષ ૫ % વળતર આપવામાં આવી હતી.

(3:57 pm IST)