Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

આવતા શુક્રવાર સુધી મેઘરાજાનો સંતોષકારક રાઉન્‍ડ : અશોકભાઈ પટેલ

૮ જુલાઈ સુધી રાજયના ૭૫ ટકા વિસ્‍તારોમાં વરસાદના બે રાઉન્‍ડ આવશે : પંજાબ અને હરિયાણામાં ચોમાસુ બેસી જશે

રાજકોટ, તા. ૧ : આવતા શુક્રવાર સુધીમાં રાજયોમાં મેઘરાજાનો સંતોષકારક રાઉન્‍ડ આવી જશે. રાજયના ૭૫% વિસ્‍તારોમાં વરસાદના બે રાઉન્‍ડ આવશે તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યુ છે.
તેઓએ જણાવેલ કે દેશમાં પંજાબ અને હરિયાણામાં આજે ચોમાસુ બેસી જશે. આમ રાજસ્‍થાનના થોડા ભાગો, લાગુ ગુજરાત બોર્ડર વિસ્‍તાર, પヘમિ એમ.પી. બોર્ડરના અમુક ભાગોમાં ચોમાસુ બેસવાનું બાકી છે.
વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૧ થી ૮ જુલાઈ સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહી સમય દરમિયાન સમગ્ર દેશમાં ચોમાસુ બેસી જશે. જેથી આગાહીના પાછલા દિવસોમાં ચોમાસુધરી અસ્‍તિત્‍વમાં આવી જશે. આગાહીના સમયમાં અસરકર્તા સિસ્‍ટમો આ મુજબ છે. મધ્‍ય પヘમિ અરબી સમુદ્રમાં ૩.૧ થી ૫.૮ કિ.મી.ના લેવલે એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છે. આ અપરએર સાયકલોનીક સરકયુલેશનનો ટ્રફ રાજસ્‍થાનથી લઈ ગુજરાત ઉપરથી પસાર થશે. એક ઓફસોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી અલગ અલગ દિવસે મોનસુન ટ્રફ દરિયાના લેવલનો સક્રિય રહેશે.
ચોમાસુધરીની જેમ અત્‍યાર ઉત્તર રાજસ્‍થાનથી બંગાળની ખાડી સુધી ટ્રફ હોય છે તે હાલમાં નોર્મલથી થોડોક પંજાબ તરફ છે. આગાહી સમયમાં આ ટ્રફ અથવા ચોમાસુધરી નોર્મલ થઈ જશે અને અમુક દિવસે દક્ષિણ તરફ એટલે કે ગુજરાત તરફ આવશે. બંગાળની ખાડી બાજુના અપરએર સાયકલોનીક સરકયુલેશન આ ટ્રફ ઉપરથી પસાર થશે.
આવતા દિવસોમાં મુંબઈથી ઉત્તરે ઈસ્‍ટ વેસ્‍ટ સીઅરઝોન ૩.૧ કિ.મી.ના લેવલમાં થશે ત્‍યારે ચોમાસુ ધરીનો પヘમિ છેડો ગુજરાત તરફ આવી જશે.
ગુજરાતમાં ગઈકાલે ૧૧૮ તાલુકામાં વરસાદ પડયો હતો. જેમાંથી ૭૭ તાલુકાઓમાં ૧૦ મી.મી.થી વધુ વરસાદ પડયો હતો.

 

(3:42 pm IST)