Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

પ્રથમ દિવસે જ તંત્ર મેદાનેઃ પ્‍લાસ્‍ટીકના વેપારીઓને ત્‍યાં ધોંસ

સવારથી વિવિધ વિસ્‍તારોમાં કડક અમલવારી માટે ચેકીંગ : ૨૭ કિલો કપ, પ્‍લાસ્‍ટિક ગ્‍લાસ અને ઝબલા જપ્‍ત : સીંગલ યુઝ પ્‍લાસ્‍ટીક ઉપર પ્રતિબંધઃ કડક અમલવારીની તૈયારી

આજણી દેશભરમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકની ચીજ વસ્‍તુઓ ઉપર પ્રતિબંધ લગાવામાં આવ્‍યો છે ત્‍યારે શહેરમાં આ અમલવારી માટે મનપાના ડે.કમિશનર એ.આર.સિંઘ, પર્યાવરણ એન્‍જીનીયર નિલેષ પરમાર તથા ડે. ઇજનેર વી.એમ. જીંજાળા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પરબજાર સહિતના વિસ્‍તારમાં પ્‍લાસ્‍ટિકના વેપાીરને ત્‍યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યુ હતું તે વખતની તસ્‍વીર નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)
રાજકોટ,તા.૧ : રાજકોટ સહિત સમગ્ર દેશમાં આજ થી સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક  પર પ્રતિબંધનો અમલ થયો છે ત્‍યારે શહેરમાં આવી પ્‍લાસ્‍ટિક વસ્‍તુઓના આયાત સંગ્રહ વેંચાણ પર પ્રતિબંધનો કડક અમલ કરાવા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં પ્‍લાસ્‍ટિકના વેપારીને ત્‍યાં ચેકીંગ હાથ ધરી ૨૫ કિલો ઝબલા, કપ અને ગ્‍લાસ જપ્‍ત કરવામાં આવ્‍યા છે.
પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ નિયમો ૨૦૧૬ના સુધારેલ નિયમ ૪ (૨) મુજબ પોલીસ્‍ટાયરીન અને એક્ષ્પાન્‍ડેબલ પોલીસ્‍ટાઇરીન સહિતની સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક કોમીડીટીનું ઉત્‍પાદન આયાત સ્‍ટોકઇન વિતરણ વેંચાણ અને ઉપયોગ આજ થી પ્રતિબંધિત મુકવામાં આવ્‍યો છે. જે વસ્‍તુેઓ પ્રતિબંધની યાદીમાં આવે છે તેમાં પ્‍લાસ્‍ટિક સ્‍ટીક સાથે ઇયરર્બડસ, ફુગાવો માટે પ્‍લાસ્‍ટિક ડાંડી, પ્‍લાસ્‍ટિક ધ્‍વજ, કેન્‍ડી, સ્‍ટીકસ, આઇસ્‍ક્રીમ ડાંડી, પોલીસ્‍ટાયરીન (થર્મોકોલ)ની સજાવટની સામગ્રી સામેલ છે.
 આ ઉપરાંત પ્‍લાસ્‍ટિકની પ્‍લેટો, કપ, ગ્‍લાસ, કાટા ચમચી, ચાકુ, સ્‍ટ્રો જેવી કટલેરી, મીઠાઇના ડબ્‍બા, નિમંત્રણ કાર્ડ તથા સિગારેટ પેકેટની આજુબાજુ પેક કરવા માટેની ફિલ્‍મ, ૧૦૦ માઇક્રોનથી ઓછી જાડાઇ વાળા પ્‍લાસ્‍ટિક વેંચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે. આ પ્રતિબંધની અમલવારી માટે મ્‍યુ. કમિશન અમિત અરોરાની સુચના અને ડે. કમિશનર એ.આર. સિંઘના માર્ગદર્શન હેઠળ આજે શહેરના વિવિધ વિસ્‍તરોમાં પ્‍લાસ્‍ટિકના વેપારીઓને ત્‍યાં ચેકીંગ હાથ ધરી ૯ કિલો પ્‍લાસ્‍ટિકના કપ, ૯ કિલો પ્‍લાસ્‍ટિકના ગ્‍લાસ તથા ઝબલા ૯ કિલો સહિત કુલ ૨૭ કિલો સિંગલ યુઝ પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્‍ત કરવામાં આવ્‍યું છે.
અત્રે નોંધનીય છે કે, રાજકોટમાં ઘણા સમય પહેલા પ્‍લાસ્‍ટિકના ઝબલા સહિતની વસ્‍તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો હતો. જેનો અમલ હજુ ચાલુ છે. મનપાની રોજીંદી કામગીરીમાં ૪૦ માઇક્રોનથી હેઠળ ઝબલા જપ્‍ત કરીને વેપારીને દંડ પણ કરવામાં આવે છે. હવે સરકારના નવા જાહેરનામાથી વધુ વસ્‍તુઓ પ્રતિબંધની યાદીમાં આવી છ.ે આ રસ્‍તે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ બંધ કરવા અને પર્યાવરણની રક્ષા કરવાનો અમલ થઇ રહ્યો છે. તેનાથી પશુઓને પણ ખુબ નુકસાન થઇ રહ્યું છે.
મ્‍યુ. કોર્પોરેશન દ્વારા કિશનપરા ચોક ખાતે પ્‍લાસ્‍ટિકાય સ્‍વાહાઃ - ૨.૦ કાર્યક્રમ યોજીને લોકોને ઇનામના રસ્‍તે પ્રોત્‍સાહન પણ જાહેર કર્યુ છે. હવે નવા નિયમ મુજબ  સિંગલ યુઝ પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકના ઉત્‍પાદન, આયાત અને વેંચાણના વેપારીઓ પર ચકાસણી થી માંડી માર્ગદર્શન સહિતની કામગીરી મનપા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.

 

(3:41 pm IST)