Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

શિક્ષણાધિકારી કક્ષાના અધિકારીઓની ઘટઃ વર્ગ ર-ના અધિકારીઓને ચાર્જ સુપ્રત

રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ કૈલાને અપાયોઃ અમરેલી, જૂનાગઢ, મોરબી, જામનગરમાં નાયબ શિક્ષણાધિકારી કક્ષાએ ચાર્જ

રાજકોટ, તા., ૧: રાજય સરકારે જિલ્લા  શિક્ષણાધિકારી કક્ષાના અધિકારીઓને નાયબ નિયામક તરીકે બઢતી આપતા હુકમ કર્યા બાદ ખાલી પડેલી જિલ્લાઓની જગ્યા પર વધારાના હવાલા આપી વ્યવસ્થા કરી છે. શિક્ષણાધિકારી કક્ષાએ ટુંક સમયમાં બદલીઓ આવે તેવી સંભાવના છે. વર્ગ-૧ના શિક્ષણાધિકારી કક્ષાના અધિકારીઓ જગ્યાના પ્રમાણમાં ઘણા ઓછા હોવાથી જિલ્લાઓમાં  નાયબ જિલ્લા શિક્ષણાધિકારી કક્ષાના વર્ગ ર-ના અધિકારીઓને વધારાના  હવાલા આપવા પડયા છે. રાજકોટ જિલ્લા પ્રાથમિક   શિક્ષણાધિકારી ડી.આર.સરડવાની  બઢતી-બદલીથી ખાલી પડેલી જગ્યાનો ચાર્જ જિલ્લા  શિક્ષણાધિકારી બી.એસ.કેલાને સોંપાયો છે. તેમને જામનગર ડીઇઓના વધારાના ચાર્જમાંથી મુકત કરાયા છે.

સુરેન્દ્રનગરમાં ડીઇઓની જગ્યાનો ચાર્જ  શિક્ષણ નિરીક્ષક  કિશોર બારોટને, અમરેલી ડીઇઓનો ચાર્જ નાયબ જિલ્લા શિક્ષણાધિકારી ઘનશ્યામ સોલંકીને, જુનાગઢ ડીઇઓનો ચાર્જ શિક્ષણ નિરીક્ષક જલ્પાબેન કયાડાને સોંપાયો છે. જુનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો હવાલો શિક્ષણ નિરીક્ષક  ઘુચાલાને તેમજ મોરબી પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ મોટી બરારની શાળાના આચાર્ય ભરત વિડજાને અને મોરબી  ડીઇઓનો ચાર્જ વાંકાનેર સરકારી શાળાના આચાર્ય નિલેશ રાણીપાને સુપ્રત કરાયેલ છે.  જામનગર પ્રાથમિકનો ચાર્જ મધ્યાહન ભોજનના નાયબ શિક્ષણાધિકારી છત્રપાલસિંહ  જાડેજાને અને ડીઇઓનો ચાર્જ વર્ગ ર-ના અધિકારી મધુબેન ભટ્ટને તથા અમરેલી ડીઇઓનો ચાર્જ શિક્ષણ નિરિક્ષક લતાબેન ઉપાધ્યાયને સોંપાયો છે. ભાવનગરના ડીપીઓ કિશોરભાઇ મીયાણી ડીઇઓનો ચાર્જ સંભાળશે.

(3:35 pm IST)