Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રાજકોટ-દિલ્‍હી સરાય રોહિલાના થાન સ્‍ટેશન અને ઓખા-તુતીકોરીન વિવેક એક્‍સપ્રેસના સુરેન્‍દ્રનગર સ્‍ટેશનના સ્‍ટોપેજનું ઈ-શુભારંભ

કેન્‍દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્‍ય મંત્રી ડૉ.મહેન્‍દ્રભાઈ મુંજપરાના હસ્‍તે

રાજકોટ, તા. ૧ : કેન્‍દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્‍ય મંત્રી ડૉ.મહેન્‍દ્રભાઈ મુંજપરાજી ના હસ્‍તે મુસાફરોની સુવિધા માટે રાજકોટ-દિલ્‍હી સરાઈ રોહિલ્લા એક્‍સપ્રેસ નું થાન સ્‍ટેશન પર અને ઓખા-તુતિકોરીન વિવેક એક્‍સપ્રેસ નું સુરેન્‍દ્રનગર સ્‍ટેશન પર ના સ્‍ટોપેજનું વર્ચ્‍યુઅલ રીતે ઈ-શુભારંભ કરવામાં આવ્‍યું હતું.

કેન્‍દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્‍ય મંત્રી ડૉ.મહેન્‍દ્રભાઈ મુંજપરાજી ના હસ્‍તે મુસાફરોની સુવિધા માટે રાજકોટ-દિલ્‍હી સરાઈ રોહિલ્લા એક્‍સપ્રેસ નું થાન સ્‍ટેશન પર અને ઓખા-તુતિકોરીન વિવેક એક્‍સપ્રેસનું સુરેન્‍દ્રનગર સ્‍ટેશન પરના સ્‍ટોપેજનું વર્ચ્‍યુઅલ રીતે ઈ-શુભારંભ કરવામાં આવ્‍યું હતું.

હવેથી ટ્રેન નંબર ૨૦૯૧૩ રાજકોટ-દિલ્‍હી સરાય રોહિલ્લા એક્‍સપ્રેસ દર ગુરુવારે ૧૫.૫૯ કલાકે થાન સ્‍ટેશન આવશે અને ૧૬.૦૧ કલાકે ઉપડશે. રિટર્ન માં ટ્રેન નંબર ૨૦૯૧૪ દિલ્‍હી સરાય રોહિલ્લા - રાજકોટ એક્‍સપ્રેસ દર શનિવારે ૦૭.૩૫ કલાકે થાન સ્‍ટેશન આવશે અને ૦૭.૩૭ કલાકે ઉપડશે.

ઉપરાંત, હવેથી ટ્રેન નંબર ૧૯૫૬૮ ઓખા-તુતીકોરીન વિવેક એક્‍સપ્રેસ સુરેન્‍દ્રનગર સ્‍ટેશન પર દર શુક્રવારે ૦૭.૧૪ કલાકે આવશે અને ૦૭.૧૬ કલાકે ઉપડશે. રિટર્ન માં ટ્રેન નંબર ૧૯૫૬૭ તુતીકોરીન - ઓખા વિવેક એક્‍સપ્રેસ દર મંગળવારે ૨૦.૨૫ કલાકે સુરેન્‍દ્રનગર સ્‍ટેશન આવશે અને ૨૦.૨૭ કલાકે ઉપડશે.

વર્ચ્‍યુઅલ રીતે આયોજિત આ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્‍ય શ્રી ધનજીભાઈ પટેલ, રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈન, રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ અને વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:21 pm IST)