Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

‘ઈન્‍ડિયાઝ લાફટર ચેમ્‍પિયન'માં દિવ્‍યાંગ હાસ્‍ય કલાકાર જય છનિયારા કાલે હાસ્‍યના ફુવારા ઉડાડશે

‘દુનિયા મેં કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ'

રાજકોટઃ ‘દુનિયા મેં કિતના ગમ હૈ - મેરા ગમ કિતના કમ હૈ...' દર્દ અને પીડા સાથે જેનો કાયમી નાતો રહ્યો છે. એવો રાજકોટનો સેરેબ્રલ પાલ્‍સીગ્રસ્‍ત જય છનિયારા એક એવું વ્‍યકિતત્‍વ છે જેને પોતાનું દર્દ હાસ્‍ય રૂપુે છલકાવ્‍યું છે.

સોની ચેનલ પર નવા શરૂ થયેલ ‘ઈન્‍ડિયાઝ લાફટર ચેમ્‍પિયન' પ્રોગ્રામમાં રાજકોટનો દિવ્‍યાંગ હાસ્‍યકલાકાર જય છનિયારા શનિવારના રોજ પરફોર્મન્‍સ આપશે. ગૌરવની વાત એ છે કે સમગ્ર ગુજરાતમાંથી ફકત ૩ કલાકારોને આ નવીનતમ હાસ્‍ય કાર્યક્રમમાં પરફોર્મન્‍સ કરવાની તક મળેલ છે, જેનું  પ્રતિનિધિત્‍વ કરી રહેલ જય છનિયારાએ રાજકોટનું ગૌરવ વધાર્યું છે.

આ કાર્યક્રમની થીમ પ્રમાણે જયને વિષય આપવામાં આવ્‍યો હતો કે ‘ગુજરાતી લોકો દુનિયાને કઈ નજરોથી જુએ છે.' જે થીમ પર જય છનિયારાએ ‘ગુજજુભાઈ' તરીકે પરફોર્મન્‍સ આપેલ છે. આ પરફોર્મન્‍સ તા.૨ શનિવારે રાત્રે ૯:૩૦ વાગ્‍યે સોની ચેનલના ‘ઈન્‍ડિયાઝ લાફટર ચેમ્‍પિયન' પર રજૂ થશે.અત્રે ઉલ્લેખનીય છે કે દરેક એપિસોડમાં પાંચ અલગ પ્રાંતના કલાકારોમાંથી ફકત બે કલાકારોને જ સિલેકટ કરવામાં આવનાર છે. વર્ષો પહેલા આ જ કાર્યક્રમની પહેલી સીઝન તરીકે ‘ગ્રેટ ઈન્‍ડિયન લાફટર ચેલેન્‍જ'ના નામથી ભારતીય ટેલીવિઝન જગતનો પહેલો વહેલો હાસ્‍ય રિયાલિટી પ્રોગ્રામ આવેલો, જેણેᅠમ્‍યુઝિક- ડાન્‍સ- ગેમ શો સિવાયનો એક નવો વિષય ‘હાસ્‍ય' દર્શકો સુધી પહોંચાડયો હતો. તેમાં પણ જય છનિયારાએ મહેમાન કલાકાર તરીકે ફકત ૮ વર્ષની ઉંમરે પરફોર્મન્‍સ આપ્‍યું હતું. જય છનિયારા (મો.૯૯૭૮૪ ૪૨૦૭૮) કે જે ગંભીર બીમારી ‘સેરેબ્રલ પાલ્‍સી' ધરાવે છે છતાં દુનિયાના સૌથી યુવાન દિવ્‍યાંગ હાસ્‍યકલાકાર તરીકે સાત વર્લ્‍ડ રેકોર્ડ ધરાવે છે. તેણે રાજકોટમાં રહેતા ગુજરાતી યુવક તરીકે એક ગુજરાતીના જીવનમાં બનતી ઘટનાઓને પોતાના દ્રષ્‍ટિકોણથી હાસ્‍યરૂપે રજુ કરી છે.

(1:43 pm IST)