Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

પ્રદેશ આમ આદમી પાર્ટી મેઇન વીંગમાં સહમંત્રીપદે તેજસભાઇ ગાજીપરાની નિમણુંક

રાજકોટ તા. ૧ : આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લામાં પાયાના પત્‍થર અને બે ટર્મથી રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે સંગઠનને નવી ઉંચાઇ પર લઇ જનાર તેજસભાઇ ગાજીપરા (મો.૯૯૨૫૦ ૧૬૧૦૯) ની ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી મેઇન વીંગમાં જોઇન્‍ટ સેક્રેટરી (સહમંત્રી) તરીકે નિમણુંક થયેલ છે.
તેમની આ નિમણુંકને તાલુકા અને જીલ્લાના તમામ હોદેદારોએ આવકારી શુભેચ્‍છા પાઠવી હોવાનું આપના જીલ્લા અધ્‍યક્ષ જનકભાઇ ડાંગરની યાદીમાં જણાવાયુ છે.

 

(1:11 pm IST)